અમરેલી

કેસર કેરીના ગઢ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવક શરૂ, જાણો કેટલો બોલાયો ભાવ

અમરેલીઃ કેસર કેરીનો ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી અને હાફૂસ કેરીની આવક શરૂ થઈ છે. માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનો ભાવ 3000 થી 5500 રૂપિયા સુધી બોલાયો હતો.

અમરેલીમાં કેસર કરતાં હાફૂસ કેરીનો વધુ બોલાયો ભાવ

અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કુલ ચાર ક્વિન્ટલ કેરીની આવક નોંધાઈ હતી. જેમાં બે ક્વિન્ટલ કેસર કેરીની આવક નોંધાઈ હતી. કેસર કેરીનો ભાવ રૂ. 3000થી 5500 રૂપિયા સુધી બોલાવ્યો હતો. સરેરાશ ભાવ રૂ. 4800 બોલાયો હતો. આ ઉપરાંત હાફૂસ કેરીની આવક પણ નોંધાઈ હતી. હાફૂસ કેરીનો ભાવ 3,500 થી 5800 રૂપિયા સુધી નોંધાયો હતો. બે ક્વિન્ટલ હાફૂસ કેરીની આવક નોંધાઈ હતી. હાફૂસ કેરીનો 5400 સરેરાશ ભાવ બોલાવ્યો હતો. ચાલુ સિઝનમાં કેસર કેરી કરતાં હાફૂસ કેરીના ભાવ 300 વધુ છે.

કેરીની સાથે ચીકુની પણ ધૂમ આવક

અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર કેસર કેરીની સાથે ચીકુની આવક નોંધાઈ હતી. ચીકુનો ભાવ રૂ. 600 થી 1,200 સુધી નોંધાયો હતો. ચીકુની 20 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. દાડમનો ભાવ રૂ. 1200થી 2100 સુધી નોંધાયો હતો. દાડમની 10 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. મોસંબીનો ભાવ 500 થી એક હજાર રૂપિયા સુધી નોંધાયો હતો. મોસંબીની 20 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી.

ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લો કેસર કેરીનો મુખ્ય કેન્દ્ર તરીકે ઓળખાય છે. આ વર્ષે કેસર કેરીનું ફ્લાવરિંગ શરૂઆતમાં ખૂબ જ સારું હતું અને ખેડૂતોને બમણી આવક અને બમણું ઉત્પાદન થવાની આશા હતી. પરંતુ અચાનક વાતાવરણમાં ફેરફારને કારણે આંબામાં આવેલું ફ્લાવરિંગ બળી જતાં, આંબાઓમાં રહેલી ખાખડી ખરવા લાગી છે. આ પરિસ્થિતિથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. હવામાનમાં આવી રહેલા ચિંતાજનક ફેરફારોની અસર માનવ જીવન પર તો થઈ જ રહી છે પણ સાથે સાથે તેની અસર કેસર કેરી પર પણ જોવા મળી રહી છે. સતત ત્રીજા વર્ષે પ્રવર્તી રહેલા વિષમ વાતાવરણના મારને કારણે કેરીના ઉત્પાદનમાં ઘટાડો થયો છે.

આપણ વાંચો:  રાજકોટમાં સાગઠિયા બાદ TP શાખામાં વધુ એક અધિકારી સામે આવક કરતાં વધુ સંપત્તિનો ગુનો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button