અમરેલીઃ જાફરાબાદના દરિયામાં લાપતા થયેલા બે માછીમારોના મૃતદેહ મળ્યા

અમરેલીः જિલ્લાના જાફરાબાદના દરિયામાં માછીમારી કરવા ગયેલા બે માછીમારોના મૃતદેહ મળી આવ્યા હતા. દરિયામાં કરંટ વધી જવાથી તેમની બોટ પલટી ગઈ હતી, જેના કારણે તેઓ લાપતા બન્યા હતા. સ્થાનિક તંત્ર અને માછીમારો દ્વારા સઘન શોધખોળ બાદ આજે તેમના મૃતદેહ મળી આવ્યા છે, જેના કારણે પરિવારમાં શોકનું મોહન ફરી વળ્યું હતું.
અરબી સમુદ્રમાં માછીમારી કરવા ગયેલા ખલાસીઓ ની ત્રણ બોટે જળ સમાધિ લીધી હતી. ત્રણ બોટમાં 28 જેટલા ખલાસીઓ સવાર હતા. તેમાં અન્ય બોટ દ્વારા 17 જેટલા માછીમારો ને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા હતા.
આપણ વાંચો: સુરેન્દ્રનગરના ખાખરાળી ગામની ખાણમાં લોડર સાથે ખાબકેલા યુવકનો મૃતદેહ 36 કલાક બાદ મળ્યો
જ્યારે 11 માછીમારો લાપતા દરિયામાં થયા હતા. પાંચ દિવસથી કોસ્ટગાર્ડ સહિતની ટીમોએ લાપતા માછીમારોની શોધખોળ શરૂ કરી હતી. શનિવારેના રોજ બે ખલાસીઓના મૃતદેહ દરિયામાથી મળી આવ્યા છે. કોસ્ટગાર્ડની ટીમે બંને મૃતદેહને બહાર કાઢીને પીપાવાવ જેટી પર લાવ્યા હતા.
મૃતદેહોની ઓળખ દિનેશ બારિયા અને વિનોદ બારિયા નામના બે વ્યક્તિ તરીકે થઈ હતી. મૃતકના પરિવારજનો પણ સ્થળ પર પહોંચ્યા હતા અને ઓળખની પુષ્ટિ કરી હતી. મૃતદેહો હોસ્પિટલમાં પહોંચતા જ મોટી સંખ્યામાં લોકો ત્યાં દોડી આવ્યા હતા. સ્થાનિકોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
રાજુલાના ધારાસભ્ય હિરા સોલંકીએ જણાવ્યું હતું કે, હું કોસ્ટગાર્ડની ટીમ અને મુખ્યમંત્રીનો આભાર માનું છું. કોસ્ટગાર્ડની ટીમે રેસ્ક્યૂની કામગીરી કરી એ ખુબ જ જોખમી હોવા છતાં રાત-દિવસ એક કરીને પોતાના જીવની પરવાહ કર્યા વગર જે કામગીરી કરી છે એના માટે હું એમનો આભાર માનું છું. હજી બાકી રહેલા નવ લોકોની શોધખોળ ચાલુ છે.