અમરેલીમાં કોંગ્રેસની રેલી: 2024ની અતિવૃષ્ટિ સહાય નહીં મળતા રેલીમાં 3000 ખેડૂત જોડાયા | મુંબઈ સમાચાર

અમરેલીમાં કોંગ્રેસની રેલી: 2024ની અતિવૃષ્ટિ સહાય નહીં મળતા રેલીમાં 3000 ખેડૂત જોડાયા

અમરેલી: જિલ્લામાં સાવરકુંડલા અને લીલીયામાં વર્ષ ૨૦૨૪માં થયેલી અતિવૃષ્ટિની સહાય ચૂકવવામાં ન આવતા તેના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ખેડૂતલક્ષી રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં કોંગ્રેસ નેતા પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત તેમ જ આશરે તાલુકાના 3000 જેટલા ખેડૂત જોડાયા હતા. અતિવૃષ્ટિની સહાય ઉપરાંત ખાતર, બિયારણમાં ખેડૂતોને પડતી હાલાકીના મુદ્દે પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યુ હતું.

મળતી વિગતો અનુસાર, વર્ષ 2024માં અમરેલી જિલ્લાના સાવર કુંડલા અને લીલીયામાં થયેલી અતિવૃષ્ટિની સહાય આપવામાં આવી ન હોવાથી સાવર કુંડલા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા ખેડૂતલક્ષી રેલીનુ આયોજન કરવાનાં આવ્યું હતુ.

આ પણ વાંચો: અમરેલીમાં સંકલન બેઠકમાં ધારાસભ્યોએ અધિકારીઓ ખખડાવ્યા

ખેડૂતોના જુદા જુદા મુદ્દાઓને લઈને 3000 ખેડૂતોની ઉપસ્થિતિમાં રેલી યોજવામાં આવી હતી. જેમા કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતના કાર્યાલયથી રેલી કાઢવામાં આવી હતી અને પ્રાંત અધિકારીને આવેદન પાઠવવામાં આવ્યું હતું.

પ્રાંત અધિકારીને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે વર્ષ ૨૦૨૪માં થયેલી અતિવૃષ્ટિ બાદ સરકારે જાહેરાત કરી હતી કે વળતર ચુકવશે, પરંતુ ખેડૂતોને હજુ સુધી સહાય આપવામાં આવી નથી. જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા તેમ જ સિઝનમાં અતિવૃષ્ટિના કારણે અનેક ખેડૂતોએ વાવણી કર્યા પછી પાક તણાઇ ગયો હતો.

આ પણ વાંચો: અમરેલી: રાજુલામાં SBI બેંકમાં ધોળા દિવસે ₹1.50 લાખની ચોરીથી ચકચાર…

ઉપરાંત ખેતરનું ધોવાણ, શેઢા પાળાનું ધોવાણ થયુ હતું. ત્યારે હવે આ વર્ષે ખેડૂતોને સહાય ચૂકવવા માટે ખેડૂતોએ માંગણી કરી હતી

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button