અમરેલીના કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતે પાર્ટીમાંથી હાંકી કાઢવાની અટકળો પર મૌન તોડ્યું, જાણો ગેરહાજર રહેવાનું કારણ | મુંબઈ સમાચાર
અમરેલી

અમરેલીના કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતે પાર્ટીમાંથી હાંકી કાઢવાની અટકળો પર મૌન તોડ્યું, જાણો ગેરહાજર રહેવાનું કારણ

અમરેલીઃ જૂનાગઢમાં આયોજિત કોંગ્રેસના પ્રશિક્ષણ શિબિરમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતની સૂચક ગેરહાજરી જોવા મળી હતી. જેની ટોચના નેતૃત્વએ પણ ગંભીર નોંધ લીધી હતી, જે બાદ પ્રતાપ દૂધાતને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવશે તેવી અટકળો વહેતી થઈ હતી.

કોંગ્રેસની પ્રાશિક્ષણ શિબિરમાં ગેરહાજરનો મુદ્દો વકર્યા બાદ પ્રતાપ દૂધાતે ખુલાસો કરતા કહ્યું કે, કોંગ્રેસ છોડવાની કોઈ વાત નથી. મારે ઘરે કોઈનું દુઃખદ અવસાન થયું હોવાથી મેં ગેરહાજર રિપોર્ટ મુક્યો હતો. પ્રદેશ પ્રમુખની રજા પણ લીધી હતી. પાર્ટીમાંથી કોઈએ હાઇકમાન્ડને મિસગાઈડ કર્યા છે, તેનો જવાબ કોંગ્રેસ આપશે.

આ પણ વાંચો: કોંગ્રેસ પ્રમુખોની પ્રશિક્ષણ શિબિરમાં પ્રતાપ દૂધાતની ગેરહાજરી, વેણુગોપાલે કહ્યું- કડક પગલાં લેવાશે

હાઇકમાન્ડ જવાબ આપશે એટલે કોંગ્રેસમાં ક્યાંય અંદર ખાને વિરોધ હોવાની ચર્ચા થઈ રહી છે. આવનારા દિવસોમાં પણ લોકોના પ્રશ્ન માટે લડીશ. હાલ પક્ષમાં નિષ્ક્રિય રહેવાનું કારણ પારિવારિક હતું, જે અમુક રાજકીય લોકોને ખબર હતી. મારા માટે મારા પરિવારથી વિશેષ મારે કંઈ ન હોઈ શકે.

આ ઉપરાંત, તેમણે નામ લીધા વગર પાર્ટીમાં કેટલાક લોકો કિન્નાખોરી રાખતા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે આ મુદ્દે કહ્યું કે, જે લોકોએ અટકચાળો કર્યો છે તે મીડિયા મારફતે ખબર પડી જશે. પ્રતાપ દૂધાતે શિસ્ત બહાર ક્યારે કામ કર્યું નથી અને કરશે પણ નહીં. મેં હોદ્દા માટે રાજનીતિ કરી નથી, મને પાર્ટીએ ઘણું આપ્યું છે. પાર્ટી હોદ્દા આપી પણ શકે અને લઈ પણ શકે પણ મારો મતાધિકાર ક્યારે લઈ શકવાના નથી.

આ પણ વાંચો: અમરેલીઃ કૉંગ્રેસ નેતા પ્રતાપ દૂધાતે ભાજપના કાર્યકર્તાઓને કેમ ખખડાવ્યા? જાણો શું છે મામલો

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવા માટે જૂનાગઢ ખાતે આયોજિત પ્રશિક્ષણ શિબિરમાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શહેર-જિલ્લાના પ્રમુખોની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી.

10 સપ્ટેમ્બરના રોજ શિબિરના ઉદ્ઘાટન સમયે તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે 41 શહેર અને જિલ્લા પ્રમુખોમાંથી 9 પ્રમુખના નબળા પ્રદર્શન અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને તેમને પર્ફોર્મન્સ સુધારવા માટે 90 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. જો તેઓ આ સમયગાળામાં કામગીરીમાં સુધારો નહીં કરે તો તેમને પદ પરથી હટાવી દેવામાં આવશે, એવી ચેતવણી પણ આપી હતી.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button