અમરેલીમાં જાતિ વિરુદ્ધ અપશબ્દોનો વિવાદ: AAPના નેતાએ પીડિત પરિવારો સાથે મુલાકાત કરી

અમરેલી: તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલી કિસાન મહાપંચાયતમાં હાજરી આપવા માટે ગયેલા અમરેલી તાલુકાના લાલાવદર ગામના જીગ્નેશભાઈ અને તેમના ગામના અન્ય લોકોને ગામના ભાજપના નેતા ચેતનભાઈ ધાનાણીએ ફોન કરીને જાતિ વિરુદ્ધ અપશબ્દો બોલી અપમાનિત કરવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે આ વિવાદ વચ્ચે AAP ગુજરાતના SC સેલ પ્રદેશ પ્રમુખ જગદીશ ચાવડાએ અમરેલીના લાલવદર ગામે પીડિત ખેડૂત પરિવારોની મુલાકાત લીધી હતી.
મળતી વિગતો અનુસાર આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલી કિસાન મહાપંચાયતમાં હાજરી આપવા માટે ગયેલા અમરેલી તાલુકાના લાલાવદર ગામના જીગ્નેશભાઈ અને તેમના ગામના અન્ય લોકોને અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણીએ ફોન કરીને જાતિ વિરુદ્ધ અપશબ્દો તેમજ ધમકી આપી હૈ, જેની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ હતી. ઓડિયો કલીપ સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ભરે વિવાદ સર્જાયો હતો. ત્યારબાદ ચેતન ધાનાણીએ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
આ પણ વાંચો: જાતિ વિરુદ્ધ અપશબ્દો-ધમકીની ઓડિયો ક્લિપ વાયરલ થતાં અમરેલી તાલુકા ભાજપ પ્રમુખનું પદ પરથી રાજીનામું
શું હતો સમગ્ર બનાવ?
તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલી કિસાન મહાપંચાયતમાં હાજરી આપવા માટે ગયેલા અમરેલી તાલુકાના લાલાવદર ગામના જીગ્નેશભાઈ અને તેમના ગામના અન્ય લોકોને ગામના ચેતનભાઈ ધાનાણીએ ફોન કરીને જાતિ વિરુદ્ધ અપશબ્દો બોલી અપમાનિત કર્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

આ પણ વાંચો: કેજરીવાલની સભામાં ગયેલા યુવકોને ભાજપના નેતાએ જાતિ વિરુદ્ધ ગાળો ભાંડી, જાનથી મારી નાખવાની ધમકી!
આ અંગે આમ આદમી પાર્ટીના નેતા જગદીશ ચાવડાએ વિડીયો પોસ્ટ કરી કહ્યું હતું કે, “આમ આદમી પાર્ટીની કિસાન મહાપંચાયતમાં હાજરી આપવા આવેલા લાલાવદર ગામના જીગ્નેશભાઈ અને તેમના અન્ય સાથીઓ પર દાઝ રાખીને ફોન કરીને ગંદી ગાળો ભાંડી છે અને અરવિંદ કેજરીવાલની સભામાં કેમ ગયો? એકબાજુ ભાજપ સરકાર ખેડૂતોને લૂંટી રહી છે અને ખેડૂતો પર દમન ગુજારી રહી છે, ત્યારે ભાજપના ગુંડાઓ ખેડૂતોને ધમકી આપે છે. તેમણે કહ્યું હતું કે હું લાલાવદર ગામે આવી રહ્યો છું અને જીગ્નેશભાઈ સાથે મુલાકાત કરીશ.” ત્યારે આજે આમ આદમી પાર્ટી ગુજરાતના SC સેલ પ્રદેશ પ્રમુખ જગદીશ ચાવડાએ કાર્યકર્તાઓ સાથે અમરેલીના લાલવદર ગામે પીડિત ખેડૂત પરિવારોની મુલાકાત લીધી હતી. તેમની સાથે પોલીસના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.



