અમરેલી ભાજપમાં ભડકોઃ લીલીયા તાલુકા પંચાયતમાં બે સભ્યોએ રાજીનામા આપ્યા

Amreli News: અમરેલી ભાજપમાં (amreli bjp) ભડકો થયો હતો. લીલીયા તાલુકા પંચાયતમાં (liliya taluka panchayat) બે સભ્યોએ રાજીનામા ધરી દેતાં જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. તાલુકા પંચાયતના સદસ્ય ઘનશ્યામ મેઘાણી અને કંચનબેન ધામત રાજીનામું આપ્યું હતું. તાલુકા પંચાયત કચેરીમાં વારંવાર રજૂઆત કરવા છતાં પદાધિકારીએ દ્વારા કોઈ કામગીરી થતી ન હોવાનું કહીને બંનેએ રાજીનામા આપ્યા હતા.
આ પણ વાંચો: અમરેલીના સાવરકુંડલામાં નાવલી નદી પર રૂ. 25 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ બનશે, મુખ્યપ્રધાને કર્યું ખાતમુહૂર્ત…
તાલુકા વિકાસ અધિકારીને આપ્યું રાજીનામું

તાલુકા પંચાયતના સદસ્ય ઘનશ્યામ મેઘાણી અને કંચનબેન ધામતે લીલીયા તાલુકા વિકાસ અધિકારીને સંબોધી પત્ર મારફતે રાજીનામું આપ્યું હતું. પત્રમાં તેમણે લખ્યું કે, તાલુકા પંચાયતમાં અવાર નવાર રજૂઆતો કરવા છતાં કોઈ સાંભળતું નથી અને લોકોના કોઈ કામનો ઊકેલ આવતો નથી. ગ્રામ પંચાયત કચેરીને પણ અવાર નવાર રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી, સામાન્ય બાબતનું પણ કામ થતું નથી એટલે લોકો અમને વારંવાર રજૂઆત કરે છે. અમે કોઈ કામનો ઉકેલ લાવી શકતા નથી એટલે માટે રાજીનામું આપીએ છીએ. અમરેલી ભાજપમાં બે સદસ્યોએ રાજીનામા ધરી દેતા ભારે ખળભળાટ મચ્યો હતો.