અમરેલીના બાબરામાં પોલીસે સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું, ફરિયાદ બાદ આરોપી ફરાર...

અમરેલીના બાબરામાં પોલીસે સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું, ફરિયાદ બાદ આરોપી ફરાર…

બાબરા: અમરેલી જિલ્લાના બાબરામાં કાયદાના રક્ષક પર જ ગંભીર સવાલો ઊભા કરતી એક શરમજનક ઘટના સામે આવી છે. અહીં એક સગીરા સાથે પોલીસમાં નોકરી કરતો હોવાનું કહીને એક યુવકે અડપલાં કર્યા અને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. આ બનાવ સંદર્ભે રવિરાજસિંહ ચૌહાણ સામે સગીરાએ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસમાં નોકરી કરતો હોવાનું કહી અડપલાં કર્યા
મળતી વિગતો અનુસાર બાબરામાં રહેતી એક સગીરા સાથે યુવકે પોલીસમાં નોકરી કરતો હોવાનું કહી અડપલાં કર્યા હતા. બનાવ સંદર્ભે રવિરાજસિંહ ચૌહાણ સામે સગીરાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીએ પોતે પોલીસમાં નોકરી કરે છે તેમ કહ્યું હતું. ઉપરાંત તેને તથા તેના મમ્મીને હેરાન કરવાની અવાર નવાર ધમકી આપી સ્નેપચેટમાં (Snapchat) વાતચીત કરી હતી. તેમજ વાલીપણામાંથી અપહરણ કરી લઇ જઇ છાતીએ તથા શરીર અડપલા કર્યા હતા તથા મરજી વિરૂધ્ધ એક વખત શરીર સંબધ બાંધી બળાત્કાર કર્યો હતો. મહિલા પોલીસ સ્ટેશનના પી આઈ જે.આર.સરવૈયા વધુ તપાસ કરી રહ્યા છે.

પોક્સો એક્ટ સહિતનો ગુનો નોંધાયો
મળતી વિગતો અનુસાર આરોપી પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણ છેલ્લા ચાર મહિનાથી સગીરા સાથે શારીરિક અડપલાં કરી રહ્યો હતો અને તેની સાથે શારીરિક સંબંધો બાંધતો હતો. સગીરાના પિતાની ફરિયાદના આધારે, મહિલા પોલીસ સ્ટેશનમાં આરોપી રવિરાજસિંહ ચૌહાણ વિરુદ્ધ અપહરણ, પોક્સો (POCSO) એક્ટ અને દુષ્કર્મ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ ઘટના બહાર આવતા જ પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે. ગુનો નોંધાયા બાદથી આરોપી પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણ ફરાર છે. પોલીસે ખાખી વર્દીને કલંકિત કરનાર આ પોલીસકર્મીને ઝડપી પાડવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે.

સંબંધિત લેખો

Back to top button