અમરેલી

અમરેલીના સુડાવડ ગામે 40 વર્ષનો અંધકાર દૂર થયો, 15 પરિવારોને પ્રથમવાર વીજળી મળી…

અમરેલી: અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સુડાવડ ગામ નજીક સીમ વિસ્તારમાં વસતા 15 માલધારી અને દેવીપૂજક પરિવારોને 40 વર્ષ બાદ પ્રથમવાર વીજળી મળી છે. રાજ્ય કક્ષાના પ્રધાન કૌશિક વેકરિયાના સતત પ્રયાસોને કારણે આ પરિવારોનું વીજળીનું સ્વપ્ન સાકાર થયું છે.

આ પરિવારો છેલ્લા 40 વર્ષથી અંધકારમાં જીવી રહ્યા હતા. 21મી સદીના આધુનિક યુગમાં પણ તેઓ સૂર્યાસ્ત પછી માત્ર કેરોસીનના દીવાના સહારે જીવન ગુજારતા હતા. દસ્તાવેજોની ગૂંચવણો અને વહીવટી અવરોધોને કારણે આ વસાહતમાં વીજળી પહોંચી શકી ન હતી.

15 ઘરોમાં લાઈટ, પંખા અને ટીવી શરૂ

વીજળી આવતાની સાથે જ આ 15 ઘરોમાં લાઈટ, પંખા અને ટીવી શરૂ થઈ ગયા છે. ગૃહિણીઓને દૂધ અને અન્ય ખાદ્યસામગ્રી સાચવવા માટે ફ્રીજની સુવિધા પણ ઉપલબ્ધ બની છે. અત્યાર સુધી દીવાના આછા પ્રકાશમાં અભ્યાસ કરતા બાળકો હવે વીજળીના અજવાળે પોતાનું ભવિષ્ય ઘડી શકશે.

કૌશિક વેકરિયાએ આ અંગે જણાવ્યું હતું કે, જ્યોતિગ્રામ યોજના હેઠળ સામાન્ય લોકો સુધી લાભ પહોંચાડવાનો અમારો ઉદ્દેશ્ય છે. ગામથી દૂર રહેતા આ 15 માલધારી અને દેવીપૂજક પરિવારોમાં વીજળી આવતા ખુશીનો માહોલ છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button