અમરેલી

વાતાવરણના ફેરફારથી અમરેલીમાં આંબાના પાકને 90 ટકા નુકસાન: ખેડૂતોની સહાયની માંગ

અમરેલીઃ અમરેલી જિલ્લો કેસર કેરીનો ગઢ ગણાય છે. આ જિલ્લામાં સાવરકુંડલા, ધારી અને ખાંભા તાલુકામાં સૌથી વધુ આંબાનું વાવેતર થાય છે. ધારી તાલુકામાં આ વર્ષે આંબાના પાકમાં સારી રીતે ફ્લાવરિંગ આવ્યું હતું, પરંતુ વાતાવરણમાં થયેલા ફેરફારોના કારણે કેરી ખરી પડી છે. ધારી તાલુકાના ખેડૂતોના આંબા ઉપર હાલમાં એક આંબા પર માત્ર 5 થી 7 કિલો કેરી દેખાઈ રહી છે, જેથી ખેડૂતો દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે અને બાગાયતી પાકમાં સહાય માટે માંગણી કરી છે.

આ પણ વાંચો: કેસર કેરીના ગઢ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવક શરૂ, જાણો કેટલો બોલાયો ભાવ

અત્યારે આંબાના પાકને 70 થી 90 ટકા સુધી નુકસાન પહોંચ્યું

અમરેલી જિલ્લામાં મોટા પ્રમાણમાં આંબાના બાગાયતી પાકનું વાવેતર થાય છે, પરંતુ હાલના સમયમાં આંબાના પાકને 70 થી 90 ટકા સુધી નુકસાન પહોંચ્યું છે. વાતાવરણમાં બદલાવના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું કે, દર વર્ષે આંબામાં સારું ફ્લાવરિંગ અને ઉત્પાદન મળે છે. આ વર્ષે શરૂઆતમાં ખૂબ જ સારું ફ્લાવરિંગ આવ્યું હતું, જે છેલ્લા દસ વર્ષમાં હતું ન હતું. પરંતુ વાતાવરણના બદલાવને કારણે 90 ટકા પાક, આંબા ઉપર આવેલી કેરીઓ પડી ગઈ છે. આ વર્ષે આંબામાંથી માત્ર 10 ટકા ઉત્પાદન મળે તેવી શક્યતા છે. ઝાકળ અને વાતાવરણ બદલવાના કારણે કેરીઓ પડી ગઈ છે અને ફ્લાવરિંગ બળી ગયું છે.

કેરીના ભાવમાં આ વખતે વધારો થવાની શક્યતાઓ!

તેમણે વધુમાં જણાવ્યું હતું કે,આ વર્ષે એવું લાગતું હતું કે સીઝનમાં ઘણી સારી પાક ઉત્પાદન થશે. કેરીનો પાક પણ સારું પેદા થશે, પરંતુ વાતાવરણમાં ફેરફારને કારણે કેરીનો પાક 90 ટકા નિષ્ફળ ગયો છે. સરકાર દ્વારા સેટેલાઇટ સર્વે કરી ખેડૂતોને સહાય આપવામાં આવે તે માટે માંગ કરવામાં આવી છે. લોકો કેસર કેરીની રાહ જોઈ રહ્યા છે. પરંતુ જો કેસર કેરી આંબા પરથી મૉર ખરી પડે છે, તે કેરીઓ વધારે નહીં પાકે. જેના કારણે માર્કેટમાં કેરીઓનો પુરવઠો ઓછો આવશે. જો પુરવઠો ઓછો હશે તો સ્વાભાવિક છે કે, કેરીના ભાવમાં વધારો થવાનો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button