તો ‘ ખેલા હોબે ‘ યુવરાજસિંહનાં આકરા તેવર
રાજકોટ: બીસીએ સેમેસ્ટર ચારના પેપર લીક પ્રકરણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ હજુ સુધી કોઈ પગલા લીધા ન હોય તથા ભીનું સંકેલવાની તજવે જ થતી હોય તેના વિરોધમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પહોંચ્યા હતા. તેમના જણાવ્યા અનુસાર પેપર લીક ની માહિતી આપવા છતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોઈ કાર્યવાહી ન થતા કુલપતિની મુલાકાતે પહોંચ્યા હતા. આગામી સમયમાં જો કોઈ કાર્યવાહી નહિ કરવામાં આવે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નો ઘેરાવ કરવાની તૈયારીઓ દર્શાવી હતી.
આજે ત્રીજી વાર રજૂઆત કરવા આવ્યા છીએ આજે શાંતિપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. 20 20 દિવસ વિતવા છતાં કોઈ જ કાર્યવાહી ન થતા દાળમાં કંઈક કાળું લાગે છે. હવે જો કોઈ કાર્યવાહી નહીં થાય તો હવે પછી વિદ્યાર્થીઓને સાથે રાખી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હલ્લાબોલ કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધિકારીઓની નીતિ ખોરા ટોપરા જેવી છે જેથી જ કોઈ તપાસ કરવામાં નથી આવતી.
અમે પેપર લીક ના તમામ પુરાવા આપ્યા છે છતાં કોઈ જ કાર્યવાહી કેમ નહીં તે સૌથી મોટો સવાલ છે.
જો અમારી આ શાંતિપૂર્ણ રજૂઆત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદાધિકારીઓને માફક ના આવતી હોય તો આગામી કાર્યક્રમો આપવામાં આવશે અને તમામ પદ અધિકારીઓના ઘરને ઘેરાવ કરવામાં આવશે.
હવે સામાન્ય લોકોમાં પણ ચર્ચા થવા લાગી છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકારણનો અખાડો બની ગયું છે.અને લાગતા વળગતાઓને સાચવવામાં શિક્ષણ જોખમાય છે.ગત કાર્યકારી કુલપતિ વાતાવરણ સંપૂર્ણ બગાડીને ગયા હતા. નવા કુલપતિ નીલંબરી દવે આવતા એવું હતું કે હવે કદાચ શિક્ષણનું સ્તર સુધરશે પરંતુ તંત્રને સુધરવું નથી. વિદ્યાર્થીઓના શિક્ષણને ગૌણ ગણી અને પ્રાથમિક પ્રાધાન્ય પોતાનું અંગતહિત જળવાય તેવું રહ્યું છે.