સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વધુ એક વિવાદમાં સપડાઇ
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કાયમ વિવાદોથી ઘેરાયેલી રહે છે છેલ્લા ઘણા સમયથી અભ્યાસ ઉપરાંતના કાર્યો કરી અને પોતાના ગ્રેડથી નીચે ઉતરી અન્ય યુનિવર્સિટીઓની સરખામણીમાં નાક કપાવે જ છે. નવા કુલપતિની નિમણૂક થતા જ જૂના પ્રશ્નોનું નિરાકરણ કરવામાંથી નવા કુલપતિને સમય મળતો નથી.
તેવા સમયમાં એક નવો વિવાદ સામે આવ્યો છે કોંગ્રેસ સમર્પિત સિન્ડિકેટ સભ્ય નિદત બારોટે માહિતી આપતા જણાવ્યું હતું કે ડિસેમ્બર મહિના પહેલા સેનેટની બેઠક બોલાવી અને અમુક નિર્ણયો કરવા જરૂરી હતા, જેમાં પદવીદાન સમારોહ તથા મેડલ એનાયત સમારોહ પણ અગત્યનો છે આ ન કરવાથી ઘણા પ્રશ્નો સર્જાયા છે અને ભવિષ્યમાં પણ સર્જાશે. 30 હજારવિદ્યાર્થી ડિગ્રીથી વંચિત છે.
150 વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલ થી વંચિત છે. વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ અને ડિગ્રી મેળવવા આંદોલન કરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.ડિગ્રીના અભાવે જે વિદ્યાર્થીઓનો ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવું છે તેને પારાવાર મુશ્કેલી પડી રહી છે. યુનિવર્સિટીની અણ આવડતના કારણે આ વર્ષે હજી સુધી પદવીદાન સમારોહ યોજાયો નથી.
જોકે લોકો એ પણ કહી રહ્યા છે કે અત્યાર સુધી યુનિવર્સિટીમાં આવા ઘણા પ્રશ્નો હતા, પરંતુ ત્યારના કુલપતિ સાથે નીદત બારોટને સમજણપૂર્વકના વ્યવહાર ચાલુ હતા. એટલે વિરોધ કરતા ન હતા. અચાનક સત્તા પલટો એટલે કે કુલપતિ બદલાતા મૂળ પક્ષ યાદ આવી અને કોંગ્રેસની ભાષામાં યુનિવર્સિટીનો વાંક દેખાવા લાગ્યો છે.