હંગામી કર્મચારીઓને ભરોસે ચાલતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ભવિષ્ય શું?

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ભરતી મુદ્દે કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા રોહિત રાજપૂતે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાર્યકારી શબ્દ પ્રચલિત છે અને હંગામી શબ્દ પણ નવો નથી. છેલ્લા ઘણા વર્ષોથી દિન પ્રતિદિન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું શિક્ષણનું સ્તર નિમ્ન થતું જાય છે તેનું કારણ આંતરિક રાજકારણ, કાયમી કર્મચારીઓની અછત,અને કૌભાંડોનો સિલસિલો હોઈ શકે.
રોહિત રાજપૂત દ્વારા RTI કરવામાં આવી હતી.
RTI માં ચોકાવનારા ખુલાસા સામે આવ્યાં હતાં.
સૌરાષ્ટ્ર યુનિવર્સીટી કેમ્પસમાં ૪૪% શૈક્ષણિક સ્ટાફ ની અછત,
વર્ગ 4 ના 80% સ્ટાફ ની અછત ,
વર્ગ 3 ના 77% સ્ટાફ ની અછત,
વર્ગ 2 ના 42 % સ્ટાફ ની અછત,
કુલપતિ અને રેજિસ્ટ્રાર પણ ઇન્ચાર્જમાં,સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં હંગામી ધોરણે જ ભરતી થાય છે.
શિક્ષણમંત્રી સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની પરિસ્થિતિ થી વાકેફ હોવા છતાં સ્થિતિ સુધારવા કોઈ પ્રયત્ન કરતા નથી.
રાજકોટ શહેરમાં રાજકારણ ની દ્રષ્ટિએ જોઈએ તો મુખ્યમંત્રી કેન્દ્રીય મંત્રી જેવા દિગજ મંત્રીઓ અહીંથી ગયા છે. હાલ પણ રાજ્યસભાના સાંસદ લોકસભાના સાંસદ ચાર ધારાસભ્યો મંત્રી આવી તગડી ફોજ હોવા છતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણ બાબત કોઈ હરફ સુદ્ધા ઉચ્ચારતું નથી. સત્તાધારી પક્ષના જ કુલપતિ હોય છે છતાં અંદરો અંદરની ઊંચા તૂટી અને ટાંટીયા ખેચમાં વિદ્યાર્થીઓના શિક્ષણનો ભોગ લેવાઈ રહ્યો છે.
આ પણ વાંચો : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આયોજનના અભાવે સરકારી રૂપિયાનો વેડફાટ
સૌરાષ્ટ્ર યુનિવર્સીટી નો NAAC નો ગ્રેડ પણ ગગડી રહ્યો છે .
યુનિવર્સીટીના ભવાનોમાં PHD ના વિદ્યાર્થીઓ માટે કાયમી પ્રોફેસરો છે નહીં અને વિઝિટિંગ લેક્ચરર લેક્ચર લેવા આવે છે.
આ કોઈ ષડયંત્રનો ભાગ હોય તે રીતે યુનિવર્સિટી ચાલી રહી છે અને આ જ રીતે ચાલશે તો આવતા પાંચ છ વર્ષમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને તાળા લાગી જશે તેવું પણ વિદ્યાર્થીનેતા રોહિત રાજપૂત જણાવ્યું હતું.
પ્રાઇવેટ યુનિવર્સિટીને પ્રોત્સાહન આપવા શિક્ષણ મંત્રી ધ્યાન આપતા નથી તેવો પણ આક્ષેપ કર્યો હતો.