આપણું ગુજરાત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માંથી કાર્યકારી કુલપતિ ભીમાણીને ફરજ મુક્ત કરવા પાછળના કારણો

ગઈકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના કાર્યકારી કુલપતિ ડો. ભીમાણીને તાત્કાલિક અસરથી ફરજ મુક્ત કરી હોમ સાયન્સ ડીપાર્ટમેન્ટ નાં ડીન ડો. નીલાંબરી દવેને કાર્યકારી કુલપતિ તરીકે નિયુકત કરવામાં આવ્યા છે.આ કોઈ રાતોરાત નિર્ણય નથી લેવાયો. ઘણા સમયથી વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો, કર્મચારીઓ ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા હતા.

લોકોમા ચર્ચા ચાલી રહી છે કે, U.G.C. નાં નિયમોને ચિંગમની જેમ ચાવીને થૂંકી નાખી ઘરની ધોરજી ચલાવતાં ભીમાણી પહેલાં આવાં ન હતા. ભૂતકાળમાં વિવિધ કમિતિમાં સ્થાન પામી નિયમ મુજબ નિર્ણયો લેતા હતા. પરંતુ કાર્યકારી કુલપતિ બન્યા પછી કોઈ અભણ નેતાનો હાથો બની ગયા હતા કે શું?

પરીક્ષા કાંડ, ગેરકાયદેસર કોલેજની મંજુરી,આડેધડ સસ્પેન્શનનું હથિયાર ઉગામવું, સેનેટ – સિન્ડિકેટની અવગણના, નિયમ વિરૂદ્ધની નિમણૂકો, ટેન્ડર પ્રક્રિયા વગર લાખોની ખરીદી, અંગત અદાવતમાં નિયમ વિરૂદ્ધ કાર્યવાહી કરી વિરોધ કરતા સભ્યોની બાદબાકી, P.hd. રજીસ્ટ્રેશન પ્રકરણ, શિક્ષણ કરતા રાજકારણને મહત્ત્વ આપ્યુ, વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી ને નજરઅંદાજ કરીને મનમાની કરવી.. જેવા ઘણા મુદ્દે ભીમાણી ચર્ચામાં રહ્યા હતાં અને તેમને છાવરતા નેતાઓને પણ અસંખ્ય વખત રજુઆતો કરવામાં આવી હતી. પરંતુ ઘડો નહીં કોઠી ભરાવવાની રાહ જોવાતી હોય એટલી વાર લાગી.


જોકે હજુ કાયમી કુલપતિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ક્યારે મળશે તેવું પણ લોકો પુછી રહ્યા છે. હમણા સંગઠનમાં ફેરફાર કરવાની કવાયત હાથ ધરવામાં આવશે એવું સંભળાઈ રહ્યું છે.


કૉંગ્રેસી સિન્ડિકેટ સભ્ય નીદત બારોટ ડો. ભરત બોઘરાની આંગળીએ સી. આર. પાટીલને મળવા ગયા હતા એવા સમાચાર છે પણ ભાઈ એ કુલપતી થવા માટે ભલામણ કરાવવા ગયા હતા એવું થોડુ કહેવાય? જોકે પહેલાં વિરોધ પક્ષ ચાલશે પણ વિરોધી જૂથને નહીં આવવા દઈએ એવું હતું. પણ હવે એ વાત ન થઈ શકે. શિક્ષણ ક્ષેત્રને રાજકારણથી દૂર રાખી ફરી વિદ્યાર્થીઓને સારુ શિક્ષણ મળી રહે તો સારુ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button