આપણું ગુજરાત
અંબાજીના ત્રિશુલિયા ઘાટ પર સૌરાષ્ટ્રના યાત્રાળુઓની બસ પલટી: ૩૫ લોકો ઘાયલ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સૌરાષ્ટ્રમાંથી યાત્રાએ નિકળેલા યાત્રાળુઓની ખાનગી બસ યાત્રાધામ અંબાજીના ત્રિશુલીયા ઘાટ પર પલટી ખાઇ જતાં ૩૦થી વધુ યાત્રિકો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડાવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સૌરાષ્ટ્રમાં ધાર્મિક સ્થાનોના પ્રવાસે નિકળેલા ૫૦થી વધુ મુસાફરો યાત્રાધામ અંબાજીમાં દર્શન કરીને તેમની ખાનગી બસમાં મોઢેરા થઇને પરત રાજકોટ જવા માટે નિકળ્યાં હતાં ત્યારે રસ્તામાં અંબાજીના ત્રિશુલીયા ઘાટ પર લક્ઝરી બસ પલટી ખાઇ ગઇ હતી. આ અકસ્માતમાં ૩૫થી વધુ યાત્રાળુઓ ઘાયલ થયાં હતાં.