બોલો… લપડાક ખાધા પછી પણ Pakistanથી સૌરાષ્ટ્રના આ બે શહેરોનો મોહ છૂટતો નથી, કરે છે આવી હરકતો
જુનાગઢઃ દેશ આઝાદ થયો ત્યારે પાકિસ્તા (Pakistan)ને સૌરાષ્ટ્રનો આ ભાગ પોતાના દેશમાં લેવા ખૂબ મહેનત કરી. જૂનાગઢ (Junagadh)ના તે સમયના નવાબ મહોબત ખાન અને શાહનવાઝ દીવાનને પાકિસ્તાન જ જવું હતું, પરંતુ તેમનો કારસો કામ ન આવ્યો અને જૂનાગઢમાં જનમત લેવામાં આવ્યો જેમાં 2,01, 457 મતદારમાંથી 1,90,870 મતદારે મત આપ્યા અને પાકિસ્તાન તરફી માત્ર 91 મત પડ્યા. મહોબત ખાને જૂનાગઢ છોડી ભાગવું પડ્યું અને 9મી નવેમ્બર, 1947ના રોજ જૂનાગઢ આઝાદ થયું. પણ પાક હૈ કી માનતા નહીં…તેમને હજુ ક્યાંક જૂનાગઢ પોતાના નકશામાં લેવાની આશા છે અને તેથી જ છેલ્લા 77 વર્ષથી પાકિસ્તાન પોતાના સત્તાવાર નકશામાં માત્ર કાશ્મીર અને લદ્દાખ જ નહીં પરંતુ ગુજરાતના બે વિસ્તારોને પણ બતાવી રહ્યું છે. તે આ વિસ્તારો પર પોતાનો દાવો જાહેર કરે છે.
જો કે તેણે આ મુદ્દા પર ઘણી વખત આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર વાત કરી છે, પણ ભઈ પાકિસ્તાન સમજે તેમાંનું નથી. પાકિસ્તાનના સર્વે વિભાગ ઉપરાંત, પાકિસ્તાન જે પણ રાજકીય નકશા પ્રકાશિત કરે છે તેમાં પાકિસ્તાન સરકારની સીધી ભાગીદારી છે. આ પછી પણ, તે ભાગલા પછીથી સતત આ કરી રહ્યું છે.
આ પણ વાંચો : મિસબાહ-ઉલ-હકે (Misbah-Ul-Haq) ચોંકાવનારા વિધાનમાં કહ્યું, ‘ભારત (India) સામે રમવાનું આવે ત્યારે પાકિસ્તાન (Pakistan)ના ખેલાડીઓનું દિમાગ…’
ગુજરાતના આ બે વિસ્તારો જૂનાગઢ અને માણાવદર છે. પાકિસ્તાને આ બંને વિસ્તારોના ભારતમાં વિલીનીકરણને સ્વીકાર્યું નથી. જો કે, તે સારી રીતે જાણે છે કે આ વિસ્તારો ભારતનો અવિભાજ્ય હિસ્સો છે તેમ છતાં તે જૂનાગઢના નામ સાથેની પ્લેટો વાહનો પાછળ લગાડે છે. Junagadh numberplate in Pakistan ખુન્નસમાં તેઓ આ વિસ્તારને અડીને આવેલા દમણ અને દીવને પણ ભારતનો ભાગ માનતા નથી. તેના સત્તાવાર નકશામાં તે તેમને પોર્ટુગલનો ભાગ માને છે. જ્યારે ભારતે આ વિસ્તાર 1961માં પોર્ટુગલ પાસેથી લીધો હતો. આથી પાકિસ્તાનના અમુક વાહનો પાછળ જૂનાગઢની પ્લેટ જોવા મળશે.
હાલની સ્થિતિ જોઈએ તો પાકિસ્તાની પ્રજા કારમી ગરીબીનો અનુભવ કરી રહી છે. ખાવાને અનાજ નથી ને વિકાસના નામે એક ડગ પણ આગળ વધ્યું નથી, પરંતુ પહેલેથી કટ્ટરવાદનો ભોગ બનેલો આ દેશ હજુ પોતાના ભૂલો સુધારવામાં માનતું નથી. આ પાકિસ્તાની પ્રજા સહિત વિશ્વ માટે દુઃખની વાત છે.