આપણું ગુજરાત

રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છમાં 5 દિવસ યલો એલર્ટ, ઓછા મતદાનની આશંકાએ ચિંતા વધારી

અમદાવાદ: ગુજરાતમાં આવતી કાલે તમામ 25 લોકસભા સીટો માટે મતદાન થવાનું છે, ત્યારે રાજકીય પક્ષોની સૌથી મોટી ચિંતા કાળઝાળ ગરમી છે. આજે રાજ્યના તમામ જિલ્લાઓમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી વધી ગયું છે જેથી મતદાન પર અસર થશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અધુરામાં પૂરૂ હવામાન વિભાગે પણ આજથી 9 મે સુધી હીટવેવની આગાહી આગાહી કરી છે.

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત, દમણ,દાદરા નગર હવેલીમાં મોટા ભાગના વિસ્તારોમાં હીટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે મતદાનના દિવસે અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનો પારો 42 ડિગ્રી સુધી જઈ શકે છે.

આજે સોમવારે રાજ્યના સાત શહેરોમાં 39 ડિગ્રીથી વધુ તપામાન નોધાયું છે. જેમાં ભાવનગર 41 ડિગ્રી સાથે હોટેસ્ટ સિટી રહ્યું છે તો અમરેલીમાં 40.8, સુરતમાં 40, વડોદરામાં 39.8, ડાંગમાં 39.4 અને અમદાવાદમાં 39.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં રાત્રિનું તાપમાન પણ વધીને 29 ડિગ્રીએ પહોંચ્યું છે.

હવામાન વિભાગના પ્રમાણે મતદાનના દિવસે અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાનનો પારો 42 ડિગ્નીને પાર પહોંચી શકે છે. મંગળવાર, 7 મે 2024ના રોજ મતદાનના દિવસે ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થવાની આગાહી છે.

હવામાન વિભાગે હિટવેવની આગાહીની સાથે ગરમીથી બચવા સલાહ આપી છે, યલો એલર્ટ વિસ્તારમાં રહેતા લોકોએ કામ વગર બહાર નીકળવાનું ટાળવું જોઈએ, સીધા તડકાના સંપર્કમાં આવવાથી બચવું જોઈએ. આ સાથે જ હળવા રંગના અને સુતરાઉના કપડાં પહેરવા જોઈએ, આ સાથે જ ગરમીમાં બહાર નીકળતા સમયે માથું ઠાંકીને રાખવું જોઈએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button