આપણું ગુજરાતવિજ્ઞાન અને ટેકનોલોજી

AI કેમેરા હવે ગીરના સાવજને ટ્રેનની ટક્કરથી બચાવશે! શું છે વન વિભાગની યોજના

રેલ્વે ટ્રેક પર ટ્રેનની ટક્કરથી થતા સિંહોના મૃત્યુ અંગેની ગુજરાત હાઈકોર્ટ(Gujarat High court)એ રેલ્વે અને વન વિભાગને ફટકાર લગાવ્યા બાદ, હવે વન વિભાગ રેલવે ટ્રેક પર સિંહોના મૃત્યુ અટકાવવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની મદદ લેવા અંગે વિચારણા કરી રહ્યું છે. વન વિભાગ જંગલ વિસ્તારમાં ટ્રેક પર AI આધારિત નાઈટ-વિઝન કેમેરા લગાવવા પર વિચાર કરી રહ્યું છે. બુધવારે એક PILની સુનાવણી દરમિયાન HCના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે વન વિભાગને ઠપકો આપ્યો હતો.

વન વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે 5 કિમી દૂરથી સિંહોને પારખી શકે એવા AI આધારિત કેમેરા લગાવવાની યોજના વિશે વિચારણા કરવામાં આવી રહી છે. આ કેમેરા સાસણથી વિસાવદર સુધીના ટ્રેક પર લાગવવામાં આવશે, પીપાવાવથી રાજુલા અને જાફરાબાદ સહિતના ગીર અભયારણ્યની આસપાસના રૂટ પર પણ AI કેમેરા લગાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે જાન્યુઆરીમાં ટ્રેનની ટક્કરે બે સિંહોના જીવ ગયા હતા. આ અંગે દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી અંગે ગુજરાત હાઈ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. રેલવે દ્વારા આપવામાં આવેલા જવાબ પર હાઈ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. રેલ્વેએ દાવો કર્યો હતો કે છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં 89 સિંહોને ટ્રેનની ટક્કરથી બચવવામાં આવ્યા છે. જયારે વન વિભાગના અધિકારીઓએ પુષ્ટિ કરી કે 41 સિંહો મૃત્યુ પામ્યા છે.


Also Read:https://bombaysamachar.com/gujarat/sasan-gir-lion-safari-booking-full-till-december/


સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે માનવીની અસંવેદનશીલતાને કારણે ઘણા સિંહોના અકાળે મૃત્યુ પામે છે. પરંતુ હવે કોર્ટ આવી ઘટનાઓ સહન નહીં કરે. ગુજરાતનું ગૌરવ એવા સિંહોને બચાવવા રેલવે ઓથોરિટી અને ફોરેસ્ટ અધિકારીઓએ સંકલનમાં રહીને કામ કરવું પડશે.

ત્યાર બાદ એક્શનમાં આવેલા વન વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, “અમે ડિફેન્સ સેક્ટરમાં ઉપયોગમાં લેવાતા કેમેરા ઇન્સ્ટોલ કરવા વિચારી રહ્યા છીએ. આ ખાસ હાઇ-રિઝોલ્યુશન કેમેરા માણસો અને પશુધનને અવગણી કરીને સિંહોને પારખી અલર્ટ મોકલશે. આ કેમેરા 5 કિમી દૂર સુધી સિંહોને ડીટેક્ટ કરી શકશે. કેમેરા સિંહોને શોધી રેલવે સ્ટેશન માસ્ટર્સને ચેતવણી આપશે, લોકો પાઇલોટ્સને ટ્રેનની ઝડપ 20 કિમી પ્રતિ કલાક સુધી ઘટાડવા મદદ કરશે. અમને આવા ઓછામાં ઓછા 10 કેમેરાની જરૂર પડશે.”


Also Read:https://bombaysamachar.com/gujarat/gujarat-curbing-ragging-new-rules/


હાલની વ્યવસ્થા અંગે અધિકારી એ જણાવ્યું કે અમે એક વ્હોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે. અમારા વોચમેન રેલ્વે ટ્રેક પર દર કિલોમીટરે તૈનાત છે. જ્યારે તેઓ રેલ્વે ટ્રેક ક્રોસ કરવા જઈ રહેલા સિંહને જુએ છે, ત્યારે તેઓ વોટ્સએપ ગ્રુપ પર એલર્ટ મેસેજ મોકલે છે જે સ્ટેશન માસ્ટર સુધી પહોંચે છે. સ્ટેશન માસ્ટર પછી લોકો પાયલટને ટ્રેન ધીમી કરવા અલર્ટ મોકલે છે.

રેલ્વે ટ્રેક પર સિંહોના મૃત્યુએ જટિલ સમસ્યા છે, જેનો કાયમી ઉકેલ શોધવો મુશ્કેલ છે. ટ્રેક પર ફેન્સીંગ કરવાથી સિંહોની કુદરતી હિલચાલ અટકી જાય છે. ઉપરાંત ગામવાસીઓ પણ એ સ્વીકારશે નહીં, જેમકે ફેન્સીંગને કારણે પશુધનની અવરજવર પણ અટકી જશે.


Also Read:https://bombaysamachar.com/gujarat/ahmedabad-ai-safety-initiative-for-women/


વર્તમાન અંડરપાસ સિંહો માટે ખૂબ જ સાંકડા છે અને તેને પણ સ્વચ્છ અને સૂકા રાખવા પડે છે. વરસાદની મોસમમાં અંડરપાસમાં પાણી ભરાઈ જાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button