મોરબી જિલ્લામાં ખનીજચોરી અટકાવવા સરપંચ જૂથ મેદાનમાં…
સરપંચ જૂથના નેજા હેઠળ સરપંચોએ ખનીજ ચોરી અટકાવવા કલેકટરને કરી રજૂઆત

મોરબીઃ મોરબી જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ અને ખનીજ માફિયાની મિલીભગતથી વર્ષોથી મૂલ્યવાન કુદરતી સંપદાને નુકસાન કરવામાં આવી રહ્યું છે, જેમાં મોરબી જિલ્લામાં બેફામ ખનીજ ચોરી થતી હોવા છતાં તંત્ર માત્ર એકાદ બે કેસ નોંધીને કામગીરી કર્યાનો સંતોષ માને છે.
આ પણ વાંચો : ધોરડોથી સફેદ રણના વોચ ટાવર સુધી પહોંચવું બનશે સરળ, 80 કરોડના ખર્ચે બનશે ગ્રીન ફિલ્ડ એલાઇમેન્ટ રોડ
જોકે, હવે મોરબી જિલ્લામાં ખનીજ ચોરી અટકાવવા સરપંચ જૂથ મેદાનમાં આવ્યું છે. મોરબી જિલ્લા સરપંચ જૂથના નેજા હેઠળ સરપંચોએ ખનીજ ચોરી અટકાવવા કલેકટરને રજુઆત કરી છે.
મોરબી જિલ્લા સરપંચ જૂથ હેઠળ સરપંચોએ જિલ્લા કલેકટરને રજૂઆત કરી છે કે મોરબી જિલ્લામાં ખનીજ માફિયા બેફામ બન્યા છે અને મોટાપાયે ખનીજચોરી કરીને પંચાયત તેમ જ સરકારી તિજોરીને મોટું નુકસાન કરી રહ્યા છે.
મોરબી જિલ્લામાં ખનિજચોરી અટકવવામાં જિલ્લા ખાણ ખનીજ વિભાગ સદંતર નિષ્ફળ નીવડ્યું છે. ખાણ ખનીજ વિભાગ ખનિજચોરી કરનાર ખનીજ માફિયા સામે કડક કાર્યવાહી કરવાને બદલે પંચાયત દ્વારા થતા લોકહિતના કામોમાં રેડ પાડીને પોતાની પીઠ જાતે જ થાબડી લે છે.
આ પણ વાંચો : કચ્છના સફેદ રણની મુલાકાતે જતા હો તો પહેલા વાંચી લો આ મહત્ત્વના સમાચાર નહીં તો પસ્તાસો
તાજેતરમાં બનેલા આવા જ કિસ્સામાં ગોર ખીજડિયા અને લજાઈ ગામે લોકહિતના કામો માટે અવરજવર કરતા વાહનોને દંડ કરવામાં આવ્યો હતો. તેથી આવી કામગીરી કરનાર ખાણ ખનીજ વિભાગ સામે તેમ જ મોરબી જિલ્લાને ખનીજ માફિયાથી બચાવવાની માંગ કરી છે.