ગ્રેજ્યુએટ યુવાનો માટે સુવર્ણ ગુજરાત હાઇકોર્ટ દ્વારા ભરતીની જાહેરાત
Sarkari Naukari: સરકારી નોકરી ઇચ્છુક માટે ગોલ્ડન ચાન્સ, ગુજરાત હાઇકોર્ટમાં ભરતી

Gujarat High Court Stenographer Recruitment 2024: ગુજરાત હાઇકોર્ટ દ્વારા હાલમાં જ એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેના દ્વારા નોકરીની શોધ કરી રહેલા યુવાનો માટે એક સોનેરી તક છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા હાલમાં જ વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. હાઇકોર્ટ દ્વારા સ્ટેનોગ્રાફર ગ્રેડ ટૂ અને ગ્રેડ થ્રી પોસ્ટ તેમજ ટ્રાન્સલેટરના પદ્દ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
જેમાં ગ્રેજ્યુએટ કરેલા અને કમ્પ્યુટરનું નોલેજ ધરાવતા યુવાનો અરજી કરી શકે છે. જે લોકો આ નોકરી મેળવવા માટે અરજી કરવા માંગે છે તેમણે https://gujarathighcourt.nic.in/ અરજી કરવાની રહેશે.
ગુજરાત હાઇકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતી વિષેની માહિતી આ મુજબ છે :
પોસ્ટનું નામ – સ્ટેનોગ્રાફર ગ્રેડ I અને II
ખાલી જગ્યાઓ – 244
પોસ્ટનું નામ – ટ્રાન્સલેટર
ખાલી જગ્યાઓ – 16
કામ કરવાનું સ્થળ – ગુજરાત
અરજી કરવાની છેલ્લી તારીખ – 26-05-2024
અરજી કરવાની રીત – ઓનલાઈન
ફોર્મ ભરવાની તારીખ :
સ્ટેનોગ્રાફરની પોસ્ટ માટે 6 તારીખથી ફોર્મ ભરાવવાની શરૂઆત થઈ ચૂકી છે, જ્યારે તેની અંતિમ તારીખ 26 મે છે.
પગારધોરણ કેટલું ?
ઓફિશિયલ જાહેરાત મુજબ
કેટલી ફી ભરવાની રહેશે ?
સ્ટેનોગ્રાફરની ભરતીમાં અરજી કરવા માંગતા એસસી, એસટી અને ઓબીસી ઉમેદવારોએ 750 રૂપિયા તથા અન્ય ઉમેદવારોએ 1500 રૂપિયા ફી ભરવાની રહેશે.
વયમર્યાદા કેટલી ?
સ્ટેનોગ્રાફરની ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવારની ઉમર 18 થી 40 વર્ષ હોવી જોઈએ તથા સ્ટેનોગ્રાફરની ગ્રેડ ટૂમાં અરજી કરવા 21 થી 35 વર્ષની ઉમર હોવી જોઈએ.
નોંધ: આ ભરતી સબંધિત કોઈ પણ નિર્ણય કરતાં પહેલા સત્તાવાર જાહેરાત (Official Notification) વાંચવી.
Also Read –