Saputara Road Accident: લાકડા ભરેલી ટ્રક પલટી મારી કાર પર પડતા 4ના મોત, 1 ઘાયલ | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

Saputara Road Accident: લાકડા ભરેલી ટ્રક પલટી મારી કાર પર પડતા 4ના મોત, 1 ઘાયલ

સાપુતારા: ડાંગ જીલ્લાના સાપુતારામાં ગઈકાલે સાંજે એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ચાર નિર્દોષ લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. લાકડાથી ભરેલી એક ટ્રકની બ્રેક ફેલ થઇ જતા, ટ્રક પલટી મારીને બાજુમાંથી પસાર થઇ રહેલી કાર પર પડી હતી. આ અકસ્માતમાં બે બાળકો સહીત ચાર લોકોના મોત નિપજ્યા છે.

ઘટનાની માહિતી પ્રમાણે સાપુતારા ઘાટમાર્ગ પર ગુરુવારે સાંજે લાકડાથી ભરેલી એક ટ્રકની બ્રેક ફેલ થઇ ગઈ હતી, જેના કારણે ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. ટ્રકમાં ભરેલા લાકડાના વજનને કારણે ટ્રક પલટી મારી ગઈ હતી, ટ્રક બાજુ માંથી પસાર તહી રેહેલી કાર પર પડતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જેના કારણે કારમાં સવાર ચાર લોકો કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. મૃતકોમાં 1 પુરુષ, 2 મહિલા તેમજ 3 વર્ષીય બાળકનો સમાવેશ થાય છે. એક પ્રુરુષને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો છે.


અકસ્માત થતા સ્થાનિકો દોડી આવ્યા હતા, સ્થાનિકોએ બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Back to top button