સાણંદમાં દારૂ ભરેલી ટ્રક પલટી જતાં લોકો લૂંટ ચલાવીને બોટલો લઈ ગયા…

સાણંદ : ગુજરાતના અમદાવાદ નજીક સાણંદમાં દારૂ ભરેલી ટ્રક પલટી જવાની ઘટના પ્રકાશમાં આવી છે. સાણંદના મુનિઆશ્રમ નજીક દારુ ભરેલી ટ્રક પલટી જતા રસ્તા પર દારૂની બોટલો પડી હતી. તેમજ મળતી માહિતી મુજબ આસપાસ એકત્ર થયેલા લોકો દારૂની બોટલો લઈ ગયા હતા. જોકે, માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ લોકોને સ્થળ પરથી દુર કર્યા હતા. પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરીને ટ્રકના ડ્રાઈવરની તપાસ હાથ ધરી છે.
દારૂની બોટલો સમગ્ર રોડ પર પથરાઈ
આ અંગે મળતી માહિતી મુજબ રાજસ્થાનની દારૂ ભરીને આવી રહેલી ટ્રક સાણંદના મુનિઆશ્રમ પાસે અચાનક પલટી ગઈ હતી. તેમજ ટ્રક પલટતા જ ડ્રાઈવર ભાગી ગયો હતો. તેમજ દારૂની બોટલો સમગ્ર રોડ પર પથરાઈ હતી. જેના પગલે આસપાસના એકત્ર થયેલા કેટલાક લોકોએ
લૂંટ ચલાવી હતી.
પોલીસે સ્થળ પર હાજર લોકોની પૂછપરછ કરી
આ ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ રોડ પર પથરાયેલી દારૂની બોટલોનો કબજો લીધો હતો. તેમજ આ દારૂની બોટલોને અન્ય વાહનના નજીકના પોલીસ સ્ટેશનમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પર હાજર લોકોની પૂછપરછ કરી હતી. તેમજ ટ્રક નંબરના આધારે તેના માલિકની શોધખોળ પર આરંભી છે. આ ઉપરાંત ફરાર ડ્રાઈવરની શોધખોળ આરંભી છે. આ ઉપરાંત પોલીસે આ ટ્રક પલટી જવા પાછળનું કારણ શોધવાની શરુઆત કરી છે. આ ટ્રક ક્યાં સ્થળે પહોંચાડવાની હતી તેની તપાસ કરવામાં આવી રહી છે. જેની માટે ટ્રકની અંદર રહેલા દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે.



