આપણું ગુજરાત

ગાંધીનગરમાં એક્સપાયરી ડેટના ગોળનું વેચાણ: વેપારી અને ગોળ બનાવતી કંપનીને ૧ લાખનો દંડ ફટકારાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગાંધીનગરમાં સેક્ટર ૨૬માં આવેલા એક ટોચના માર્ટમાંથી એક ગ્રાહકે ગોળની બે બરણી ખરીદી હતી. આ ગોળ એક્સપાયરી ડેટનો નીકળતા આ ગ્રાહક દ્વારા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરવામાં આવી હતી. જે મામલે કોર્ટે ચુકાદો આપ્યો હતો અને ડિપાર્ટમેન્ટલ સ્ટોર તથા ગોળ બનાવતી કંપનીને એક લાખનો દંડ ફટકાર્યો હતો. તેમજ દંડની ૫૦ ટકા રકમ ગ્રાહકને અને ૫૦ ટકા રકમ ગ્રાહક કલ્યાણ ફંડમાં જમા કરાવવા આદેશ કર્યો હતો.

પંકજ મહેશભાઈ આહિર ગાંધીનગરમાં સેક્ટર-૧૯માં રહે છે અને તેમણે સેક્ટર-૨૬માં આવેલા સ્ટોરમાંથી ૧૩૦ રૂપિયામાં ગોળની બે બરણી ખરીદી હતી. જેમાં પેકેજિંગ પર જાન્યુઆરી ૨૦૨૨ અને ડિસેમ્બરની અલગ-અલગ તારીખવાળા બે સ્ટીકર લગાવાયા હતા. ડી-માર્ટ મોલ દ્વારા ખોટા સ્ટીકર બરણી પર લગાવીને એક્સપાયરી ડેટનો ગોળ વેચવામાં આવી રહ્યો હોવા અંગેની ફરિયાદ પુરાવા સાથે તેમણે ગાંધીનગર ક્ધઝયુમર કોર્ટમાં કરી હતી.

આ કેસ ક્ધઝયુમર કોર્ટમાં ચાલ્યો હતો. બન્ને પક્ષની દલીલો કોર્ટ દ્વારા સાંભળવામાં આવી હતી. ડી-માર્ટ દ્વારા કામદારો દ્વારા ભૂલથી સ્ટીકર ચોંટાડવામાં આવ્યા હોવાની રજૂઆત કરી હતી, પરંતુ કોર્ટે આ દલીલ ફગાવી દીધી હતી અને ડી-માર્ટ તથા રોસિડ ઇન્ડસ્ટ્રીઝને ૧ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

આ દંડની રકમમાંથી ૫૦ ટકા ગ્રાહકને અને ૫૦ ટકા ગ્રાહક કલ્યાણ ફોરમમાં જમા કરાવવા આદેશ આપ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button