આપણું ગુજરાત

ગુજરાતની ગ્રાન્ટેડ સ્કૂલના ફિક્સ પગારના ૬૬૬૮ કર્મચારીઓનો પગાર વધ્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ફ્ક્સિ પગારના શિક્ષણ સહાયકો, વહીવટી સહાયકો અને સાથી સહાયકોના ફ્ક્સિ પગારમાં સુધારો કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા ફ્ક્સિ પગારના આશરે ૬,૬૬૮ જેટલા કર્મચારીઓના પગારમાં રૂ.૪,૮૭૬થી રૂ.૧૧,૫૧૦ સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારાનો લાભ કર્મચારીઓને ઓક્ટોબર ૨૦૨૩થી આપવાનું પણ નક્કી
કરાયું છે.

આ અંગે શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર પણ કરી દેવાયો છે. નાણાં વિભાગના ૧૮મી ઓક્ટોબર, ૨૦૨૩ના ઠરાવથી રાજ્ય સરકારના વર્ગ-૩ અને વર્ગ-૪ના તમામ સંવર્ગોમાંની જગ્યાઓ ઉપર સીધી ભરતીથી નિમણૂક પામેલા કર્મચારીઓના ફ્ક્સિ પગારમાં સુધારો કરવામાં આવ્યો હતો.

રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયકો, વહીવટી સહાયકો અને સાથી સહાયકોના ફ્ક્સિ પગારમાં સુધારો કરવા નિયામક, શાળાઓની કચેરી દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી. જેથી આ બાબત સરકારની વિચારણા હેઠળ હતી.

પુખ્ત વિચારણાને અંતે ફ્કિસ પગારમાં સુધારો કરવાની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જે અનુસાર, અગાઉ જેમને રૂ. ૧૬,૨૨૪ ફ્ક્સિ પગાર મળતો હતો તેમને હવે રૂ. ૨૧,૧૦૦ ફ્ક્સિ પગાર મળશે. જ્યારે રૂ. ૧૯,૯૫૦ ફ્ક્સિ પગારદારને રૂ. ૨૬,૦૦૦, રૂ. ૩૧,૩૪૦ ફ્ક્સિ પગારના રૂ. ૪૦,૮૦૦ અને રૂ. ૩૮,૦૯૦ ફ્ક્સિ પગારના બદલે હવે રૂ. ૪૯,૬૦૦ ફ્ક્સિ પગાર આપવાનું નક્કી કરાયું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button