આપણું ગુજરાત

સાળંગપુરમાં આજે ભાજપની કારોબારી બેઠક: 1,500 આગેવાન લેશે ભાગ

આજે ભારતીય જનતા પક્ષની કારોબારીની બેઠક સાળંગપુર હનુમાનજી મંદિરમા મળી રહી છે.
લગભગ 1300 જેટલા ભાજપ પ્રદેશ આગેવાનો ભાગ લઈ રહ્યા છે.

હનુમાનજીની જાગતી જગ્યા એટલે સાળંગપુર હનુમાન અને તે જગ્યા પર જો કોઈ ગંદુ રાજકારણ રમાય તો પ્રજા અજાણ રહે કે માફ પણ કરી દે પરંતુ આ જાગતા દેવ હનુમાનજીની જગ્યા છે. તે જો દરેક રાજકીય નેતા મગજમાં રાખશે તો શુદ્ધ વિચારો આવશે.

રાજકીય ચર્ચા જે થાય તે પરંતુ લોકો જે વિચારી રહ્યા છે તેના સંદર્ભે આજે લખવાનું મન થાય છે.લોકો આ કારોબારી માં શું ચર્ચાવું જોઈએ તેની ચર્ચા કરી રહ્યા છે. શું આ કારોબારીમાં હાર જીતના કારણો, ઓછી લીડ ના કારણો ચર્ચામાં રહેશે તેની સાથે મોંઘવારી, ભ્રષ્ટાચાર,રાજકોટનો અગ્નિકાંડ કે સુરતનો તક્ષશિલા કાંડ, મોરબીનો ઝૂલતો પુલકાંડ, લઠ્ઠા કાંડ કે અન્ય કાંડની ચર્ચા પણ થવી જોઈએ.

સ્વાભાવિક છે કે આ મિટિંગમાં એ એજન્ડા ન હોય તો ફરી આવા એજન્ડા સાથે ભાજપના નેતાઓ ભેગા થશે?
લોકોના પ્રાણ પ્રશ્નોની ચર્ચા પણ થશે કે કેમ?

હા ચિંતન મનન મિટિંગમાં આગામી પ્રદેશના નેતા કોણ હશે તેની પણ ચર્ચા થવાની છે અને હાલ ઓબીસી નેતા અને રાજ્યસભાના સાંસદ, અમિત શાહ ના અત્યંત વિશ્વાસુ એવા મયંક નાયક નું નામ ચર્ચાઈ રહ્યા નું જાણવા મળે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button