આપણું ગુજરાતટોપ ન્યૂઝ

સાબરકાંઠા વડાલી પાર્સલ બ્લાસ્ટમાં મોટો ખુલાસો, પ્રેમ પ્રકરણ કારણભૂત

સાબરકાંઠાના વડાલીમાં ગઇકાલે થયેલા પાર્સલ બ્લાસ્ટને લઇને ખુલાસો સામે આવ્યો છે. જેમાં આ બ્લાસ્ટ માટે પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું માનવામાં આવે છે. જેમાં સૂત્રો દ્વારા ઘટનાની મળતી માહિતી મુજબ પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાના પતિએ પ્રેમીનો જીવ લેવા માટે પાર્સલ વિસ્ફોટક પદાર્થ મોકલ્યા હતા. જેમાં એમોનિયમ નાઈટ્રેટ અને ડિટોનેટર હતા. પાર્સલમાં જીલેટીન સ્ટિક પર હતી. જો કે આ પ્રકરણમાં હાલ પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરીને સમગ્ર બ્લાસ્ટની તપાસ હાથ ધરી છે .

શું હતી સમગ્ર ઘટના ?

સાબરકાંઠાના વડાલીના વેડા ગામમાં એક પરિવારે ઓનલાઈન ઈલેક્ટ્રીક વસ્તુ મંગાવી હતી, જેનું પાર્સલ ખોલતા જ બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે, જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા

મળતી માહિતી અનુસાર, સાબરકાંઠાના વડાલી તાલુકાના વેડા છાવણી ગામમાં જીતેન્દ્રભાઈ હીરાભાઈ વણઝારાના નામનું પાર્સલ આવ્યું હતુ, આ પાર્સલમાં આવેલી ઈલેકટ્રોનિક ડિવાઈસને પ્લગીંગ કરતા સમયે બ્લાસ્ટ થયું હોવાનું પ્રાથમિક પુછપરછમાં સામે આવ્યું હતું. આ ઘટનામાં એક બાળકી સહિત બે લોકોના મોત થયા છે, જ્યારે બે લોકો ઈજાગ્ર્સ્ત થયા હતા.

sabarkantha news wadali parcel case gujarat today mumbai samachar

ગામના સૂત્રો અનુસાર, બ્લાસ્ટનો પ્રચંડ અવાજ આજુ બાજુના 1 કિલોમીટર સુધીના વિસ્તારમાં સંભળાયો હતો. 1 વ્યક્તિનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે એક દીકરીનું હોસ્પિટલમાં મોત થયું હતું. હજુ પણ અન્ય ઈજાગ્રસ્ત 2 દીકરીઓને ઈડર બાદ વધુ સારવાર માટે હિંમતનગર લઈ જવામાં આવ્યા હતા. હાલ તે બંને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ ઘટનાના સમાચાર સામે આવતા જ ગ્રામજનો સહિત લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઘટનાની જાણ થતા જ ડીવાયએસપી, જીલ્લા એલસીબી સહિત વડાલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોચી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક માહિતીમાં સામે આવ્યા અનુસાર, કોઈ અજાણ્યો વ્યક્તિ પાર્સલ આપી ગયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button
તમારી હથેળીની રેખાઓ કહેશે કે તમે… ખબરદાર, આ દેશમાં એક્સિડન્ટ કે દુર્ઘટનાનો વીડિયો બનાવ્યો છે તો… ચાથી લઈને શૌચાલય વિભાગ સુધી જાણો દુનિયાભરના અજીબો ગરીબ મંત્રાલય મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker