Sabarkantha Road Accident: ગુજરાતના સાબરકાંઠામાં ગમખ્વાર માર્ગ અકસ્માત, 7 લોકોના ઘટના સ્થળે જ મોત
અમદાવાદ : ગુજરાતના(Gujarat)સાબરકાંઠામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 7 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. આ અકસ્માત હિંમતનગરમાં સહકારી જીન પાસે સર્જાયો હતો. જેમાં કાર ટ્રેલરની પાછળ ધડાકાભેર અથડાતા 7 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે હજુ એકની હાલત ગંભીર છે. કારમાં સવાર મુસાફરો શામળાજીથી અમદાવાદ આવી રહ્યા હતા.
| Also Read: સત્યને હિંમતભેર દર્શાવતી ફિલ્મ Accident or Conspiracy: Godhra , વાંચો રિવ્યુ
Sabarkantha accident | હિંમતનગરમાં ગોઝારો અકસ્માત, કાર ટ્રેલરની પાછળ અથડાતા 7 લોકોના મોત
મુંબઈ સમાચાર
તમામ મૃતકો અમદાવાદના રહેવાસી
જેમાં મળતી માહિતી મુજબ રોડ પરથી પસાર થઈ રહેલા ટ્રેલરની પાછળ પુરઝડપે આવી રહેલી કાર અથડાઇ હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે કારના ટુકડા થઈ ગયા હતા. જેના પગલે ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે કાર કાપીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા.આ ઘટનાની જાણ થતા જ હિંમતનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. તેમજ હાલ મૃતકોની ઓળખ પણ કરવામાં આવી રહી છે. જેમાં પ્રાથમિક માહિતી મુજબ તમામ મૃતકો અમદાવાદના રહેવાસી છે. તેમજ પોલીસે આ અકસ્માતની વધુ તપાસ હાથ ધરી છે.