આપણું ગુજરાત

એસ. ટી. નિગમને દિવાળી ફળી: કુલ ₹ ૪૮.૧૩ કરોડની આવક થઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: દિવાળીના તહેવારો દરમિયાન સરકારી સાહસ એસ.ટી. નિગમની આવકમાં ધરખમ વધારો થયો છે. એસ.ટી. નિગમ દ્વારા ૮૦૦૦ બસોનું સંચાલન કયુર્ં હતું, જેમાંથી દિવાળીના પર્વમાં કુલ ૪૮.૧૩ કરોડની આવક થઈ હતી.

ગુજરાત રાજ્ય એસ.ટી. નિગમે ઓનલાઇન બુકિંગનો પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. આ વચ્ચે ગયા વર્ષે સમગ્ર ભારતમાં એક જ દિવસમાં ઓનલાઇન બુકિંગનો રેકોર્ડ તોડ્યો હતો. ૧૫મી તારીખના રોજ ૧,૨૧,૩૨૯ સીટનું ઓનલાઇન બુકિંગ કરી સમગ્ર ભારતમાં રેકોર્ડ બનાવ્યો છે. નિગમને ૭.૪૧ કરોડની એક્સ્ટ્રા સંચાલન દ્વારા આવક થઈ છે. તેમજ કુલ ૩,૧૨,૧૭૯ મુસાફરો એક્સ્ટ્રા બસના સંચાલનનો લાભ લીધો હતો.

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે એસટી વિભાગ દ્વારા લગભગ ૨૦ થી ૩૦ ટકા વધારે બસોનું સંચાલનનું આયોજન કરવામાં આવ્યું છે. એસટી વિભાગમાંથી મળતી માહિતી પ્રમાણે ગત વર્ષે ૧૫૦૦ જેટલી બસોનું સંચાલન કરાયું હતું. જ્યારે આ વર્ષે ૨૨૦૦ જેટલી એકસ્ટ્રા બસોનું સંચાલનનું આયોજન કરાયું છે. જે એ જ બતાવે છે કે મુસાફરોની સંખ્યામાં આ વખતે ગત વર્ષની સરખામણીએ વધુ વધારો નોંધાઈ શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button