આપણું ગુજરાતનેશનલ

.. તો Modi 3.0 કેબિનેટમાં Gujarat માંથી રૂપાલાનું પત્તું કપાશે, જાણો કોને મળશે તક

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2024માં (Loksabha Election 2024) સ્પષ્ટ બહુમતી મેળવ્યા બાદ એનડીએ(NDA)ગઠબંધન સરકાર બનાવવા માટે તૈયાર છે. નરેન્દ્ર મોદી(Narendra Modi)આજે સાંજે 7:15 વાગ્યે તેમના ત્રીજા કાર્યકાળ માટે વડાપ્રધાન તરીકે શપથ લેશે. જેમાં મળતી અનુસાર તેમની સાથે 40 અન્ય સાંસદો પણ મંત્રી તરીકે શપથ લઈ શકે છે. મોદી 3.0(Modi 3.0)કેબિનેટમાં ગુજરાતના(Gujarat)કુલ 6 ચહેરાઓનો સમાવેશ થશે. જેમાં 4 લોકસભા સાંસદ અને બે રાજ્યસભા સાંસદોના નામ સામેલ છે.

એસ. જયશંકર અને જેપી નડ્ડાના નામનો સમાવેશ

ચાર લોકસભા સાંસદોના નામની વાત કરીએ તો, ગાંધીનગરના સાંસદ અમિત શાહ, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી. આર. પાટીલ, પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયા અને ભાવનગરના સાંસદ નીમુ બેન બાભણીયાનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યસભાના બે સાંસદોમાં એસ.જયશંકર અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ જેપી નડ્ડાના નામનો સમાવેશ થાય છે. જો કે આ વખતના મંત્રીમંડળમાં
રાજકોટના સાંસદ પુરષોત્તમ રૂપાલાનું પત્તું કપાય તેવી શકયતા છે.

દુનિયાભરના દિગ્ગજ નેતાઓ ભાગ લેશે

આ વખતે વડાપ્રધાનનો શપથ ગ્રહણ સમારોહ ઘણી રીતે ખાસ બનવાનો છે. આ સમારોહમાં એક તરફ દુનિયાભરના દિગ્ગજ નેતાઓ ભાગ લેશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર દિલ્હીને નો-ફ્લાઇંગ ઝોન જાહેર કરી દેવામાં આવ્યો છે. જેમાં 9 અને 10 જૂનના રોજ દિલ્હીમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. તેમજ રાષ્ટ્રપતિ ભવનની આસપાસ NSG કમાન્ડો, ડ્રોન અને સ્નાઇપર તૈનાત કરવામાં આવ્યા છે.

ચાર મહિલા લોકો પાઈલટ પણ સામેલ થશે

મળતી માહિતી મુજબ નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં કુલ 8000 મહેમાનો હાજરી આપી શકે છે. નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં દેશભરમાંથી 10 વંદે ભારત ટ્રેનના લોકો પાઈલટને પણ ખાસ મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. જેમાં ચાર મહિલા લોકો પાઈલટનો પણ સમાવેશ થાય છે.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ