રૂપાલા ઇફેકેટ: ખબરદાર,જો કાળા વાવટા ફરકાવી વિરોધ કર્યો છે તો…
ગુજરાતનાં ઈતિહાસમાં પહેલી વાર એવું બન્યું છે કે, નેતાઓનો વિરોધ કરવા માટે કાળા વાવટા ફરકાવવા પર પોલીસે પ્રતિબંધ મુકતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. રાજ્કોટ બેઠક પર લોકસભાની ચૂંટણી લડતા પરસોત્તમ રૂપાલા સામે વિરોધ દર્શાવવા ક્ષત્રિય સમાજના યુવાઓ રાજયભરમાં અલગ-અલગ જગ્યાએ કાળા વાવટા ફરકારી રહ્યા છે. ત્યારે પોલીસનું આ જાહેરનામુ વધુ સૂચક બન્યું છે. ક્ષત્રિય સમાજના આ વિરોધને ખાળવા જ નહીં ડામી જ દેવા માટે રાજયના ગૃહ વિભાગે, પોલીસના ચૂંટણી લક્ષી જાહેરનામામાં આ પ્રતિબંધ લાધ્યો છે. ગૃહ વિભાગના આ જાહેરનામાને, બિલકુલ ક્ષત્રિય સમાજના વિરોધને ખાળવાનો આ પ્રયાસ હોવાનું ચોતરફ ચર્ચાઇ રહ્યું છે.
અમદાવાદનાં શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. લોકસભાની ચૂંટણીનાં સંદર્ભમાં બહાર પાડવામાં આવેલા જાહેરનામાને સામાન્ય રીતે બહાર પડતાં જાહેરનામાની જેમ જ બહાર પાડ્યું. ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવાની કાળા વાવટા ફરકારવાના કૃત્યને અહીં પોલીસે પ્રતિબંધિત કૃત્ય માં સામેલ કરી, કાળા વાવટા ફરકારવા નહીં તે વાતનો વિશેષ ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત, ઉશ્કેરણીપૂર્વક, બેનર્સ, કે પ્લે કાર્ડ્સ, કે કોઈ વિરોધ કરતાં સૂત્રોચ્ચાર ના કરવા પણ જણાવાયું છે. જાહેરનામાનો ભંગ કરનારા સામે કલમ 144 મુજબ ગુનો નોંધવાની તજવીજ પણ હાથ ધરાશે,
આ જાહેરનામું માત્ર અમદાવાદ ગ્રામ્ય / શહેર પૂરતું સીમિત ના રહેતા ગુજરાતનાં તમામ શહેરોમાં લાગુ પડશે, ઉલ્લેખનીય છે કે, પરસોત્તમ રૂપાલાનો વિરોધ ઠેર-ઠેર કાળા વાવટા ફરકાવીને થઈ રહ્યો છે ત્યારે, આ વિરોધને ડામવા માટે ગૃહ વિભાગે જાહેરનામું બહાર પાડ્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે.