Rupal Palli Temple : ગાંધીનગરના રૂપાલ ગામે વરદાયનિ માતાના મંદિરે પલ્લીનો મેળો 11મી ઓકટોબરના રોજ યોજાશે
ગાંધીનગરઃ રૂપાલ ગામ ખાતે(Rupal Palli Temple)આવેલા વિશ્વ પ્રસિધ્ધ વરદાયનિ માતાજીના મંદિરે પલ્લીનો મેળો 11મી ઓકટોબર, 2024ના રોજ યોજાશે. આ પલ્લીના મેળાના સુચારું આયોજન માટે ગાંધીનગર જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લાના અધિકારીઓ, મંદિરના ટ્રસ્ટીના સભ્યો અને ગામના અગ્રણીઓની બેઠક યોજાઇ હતી.જેમાં જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લામાં આવેલું રૂપાલ ગામના વરદાયનિ માતાજીના મંદિર ખાતે દર વર્ષે યોજાતો પલ્લીનો મેળો વિશ્વભરમાં સુપ્રસિધ્ધ છે. આ મેળો આગામી 11મી ઓકટોબર, 2024ના રોજ યોજાનાર છે. આ મેળો શાંતિપૂર્ણ માહોલમાં અને ભક્તોને કોઇપણ તકલીફ ન પડે તેવું સુચારું વ્યવસ્થા ગોઠવવાની જવાબદારી જિલ્લા વહીવટી તંત્રની છે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત
આ મેળાના સુચારું આયોજન માટે જિલ્લા કલેક્ટર મેહુલ દવેએ જણાવ્યું હતું કે, પલ્લીના મેળા દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા જણાવ્યું હતું. સમગ્ર મેળા દરમ્યાન શાંતિ જળવાઇ રહે અને સુલેહનો ભંગ ન થાય તે માટે ખાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવા જણાવ્યું હતું.
મેળા દરમિયાન 15 મેડીકલ સ્ટાફ તૈનાત કરાશે
મેળા દરમિયાન પ્રાથમિક સારવાર કેન્દ્ર ઉભા કરી તાત્કાલિક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવી અને દવાઓનો પૂરતો જથ્થો રાખવો. તેમજ પલ્લીમેળા દરમિયાન 15 મેડીકલ સ્ટાફ સાથે તથા ત્રણ ર્ડાકટર રાઉન્ડ ઘ કલોક ફરજ પર રાખવાની પણ સૂચના આપી હતી. આ મેડીકલ ટીમ લાયબ્રેરી પાસે, માતાજીના મંદિર પાસે અને વેરાઇ મંદિરની સામે રાખવામાં આવશે. તેમજ 108ની ત્રણ એમ્બ્યુલન્સ તથા ફર્સ્ટ એઇડના ત્રણ પોઇન્ટ રાખવાના રહેશે. જેમાં એક પોઇન્ટ માતાના મંદિરમાં, બીજો પોઇન્ટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ત્રીજો પોઇન્ટ આંગણવાડી કેન્દ્ર ખાતે રાખવામાં આવશે.
મેળામાં ડેપ્લીકેટ ઘીનું વિતરણ ન થાય તેની ખાસ તકેદારી
જિલ્લા કલેક્ટરે મેળામાં ડેપ્લીકેટ ઘીનું વિતરણ ન થાય તેની ખાસ તકેદારી રાખવા ખૌરાક અને ઔષધ નિયમન તંત્રને ભારપૂર્વક જણાવ્યું હતું. તેમજ ડુપ્લિકેટર ઘીનું વિતરણ ન થાય તે માટેની તપાસ કરવા માટે ખાસ ટીમો હાજર રાખવા પણ જણાવ્યું હતું. તેની સાથે ત્યાં ગુણવત્તા યુક્ત ખાધ ખોરાકનું વિતરણ થાય તેની પણ તકેદારી રાખવા જણાવ્યું હતું. તેની સાથે પલ્લીના મેળામાં આવતાં ભક્તોને સ્થળ ઉપર સરળતાથી જઇ શકે તે માટે કલોલ, ગાંધીનગર અને માણસા ડેપો મેનેજરોને બસની વધુ સુવિધા ઉભી કરવા જણાવ્યું હતું.
તેમજ મેળાની નજીકમાં એસ.ટી. સ્ટેન્ડ બનાવવા પણ સૂચના આપી હતી. આગ અકસ્માત થવાના પ્રસંગે કોઇ મોટી જાનહાની ન થાય તે માટે ફાયર સેફ્ટીની વ્યવસ્થા કરવા પણ જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, નિવાસી અધિક કલેક્ટર, વરદાયનિ માતાજી મંદિરના ટ્રસ્ટીઓ અને રૂપાલ ગામના સરપંચ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Also Read –