Video: ગુજરાતમાં પ્રધાનમંડળ વિસ્તરણની અટકળો વચ્ચે મોહન ભાગવત બે દિવસના પ્રવાસે પહોંચતા અનેક તર્ક વિતર્ક…

અમદાવાદઃ ગુજરાતમાં પ્રધાનમંડળ વિસ્તરણની અટકળો વચ્ચે આરએસએસના વડા મોહન ભાગવત બે દિવસના પ્રવાસે પહોંચ્યા હતા. જેને લઈ અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. ભાજપે આ વખતે સંગઠન પર્વમાં સંઘના બેકગ્રાઉન્ડથી આવતા ઘણા સ્વયંસેવકોને જિલ્લાની જલાબદારો સોંપી છે.
સંઘ પ્રમુખ મોહન ભાગવતનો જે સત્તાવાર કાર્યક્રમ સામે આવ્યો છે, તે મુજબ તેઓ અમદાવાદ સ્થિત સંઘ કાર્યાલયમાં કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે. તેઓ 15 ઓક્ટોબર 2025, બુધવારના રોજ સવારે 9.30 વાગ્યાથી 11.45 વાગ્યા સુધી પ્રેક્ષા વિશ્વ ભારતી ધ્યાન કેન્દ્ર, કોબા, ગાંધીનગર ખાતે પૂજ્ય આચાર્ય મહાશ્રમણજી સાથે ઉપહાર અને વ્યાખ્યાનમાં હાજર રહેશે. બપોરે 12.30 વાગ્યે સંઘ કાર્યાલય કર્ણાવતીમાં કાર્યકર્તાઓ સાથે બેઠક અને મુલાકાત કરશે. 16 ઑક્ટોબર 2025, ગુરુવારે સવારે તેઓ અમદાવાદથી પ્રસ્થાન કરશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સંઘ પ્રમુખ મોહન ભાગવત બે દિવસ ગુજરાતમાં રહેશે. દિવાળી પહેલાં સંઘ પ્રમુખના આ પ્રવાસને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તેમની મુલાકાત લે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ગુજરાત ભાજપના નવા સંગઠનમાં સંઘની છાપ દેખાવાની પણ ચર્ચા છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલકના બે દિવસના આ પ્રવાસ દરમિયાન અનેક અનૌપચારિક બેઠકો યોજાશે. જરાતની રાજનીતિમાં સંઘનું મોટું યોગદાન રહ્યું છે. મોહન ભાગવતના ગુજરાત પ્રવાસ દરમિયાન રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે મુલાકાત કરે તેવી સંભાવના છે.
આ પણ વાંચો…આરએસએસ વડા મોહન ભાગવતનું મોટું નિવેદન, કહ્યું બ્રિટન વિભાજન તરફ અગ્રેસર…