કોમન એક્ટ દેશમાં લાગુ કરતા હોય તો કોમન એજ્યુકેશન એક્ટ પણ હોવો જોઈએ:રોહિતસિંહ રાજપૂત
રાજકોટ: આજે રોજ રાજકોટ ખાતે યુવા કોંગ્રેસના રોહિતસિંહ રાજપૂતે ખાનગી શાળાઓ ની એફઆરસી કમિટી ખાનગી શાળાઓ પરત્વે તીખા તેવર દેખાડ્યા હતા. મીડિયા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે.
2017 માં ખાનગી સ્કૂલનાં તોતિંગ ફી વધારાને ડામવા માટે ફ્રી નિર્ધારણ કમિટીની વિધેયક લાવી હતી.ખાનગી સ્કૂલ સંચાલકો દ્વારા ફી નિર્ધારણ કમિટીની નાબૂદીની માંગ કરાઇ છે.કમિટી બનાવતા ફી માં અંકુશ આવે તેવી આશા હતી પરંતુ તે વાલીઓ માટે માત્ર એક લોલીપોપ હતી.
રાજ્ય સરકારે પ્રાઈમરી, સેકન્ડરી એન્ડ હાઈ સેકેન્ડરી માટે 15,000 ,25,000 અને 30,000 નક્કી થઈ હતી જેની સામે અત્યારે અઢી લાખ ફી પહોચી છે. કારણ એવું છે કે ફી નિર્ધારિત કર્યા પછી સરકારે ખાનગી શાળાઓને તેમનો ખર્ચ વિદ્યાર્થીઓ પાસેથી વસૂલવા માટેની છૂટ આપી હતી પરંતુ એક કમિટીની રચના કરેલી જે તે હિસાબો ચેક કરી અને કેટલી ફી વધારવી તેનો નિર્ણય આપે. પરંતુ હવે પરિસ્થિતિ એ થઈ છે કે છ વર્ષના અનુભવે ખાનગી શાળાઓના સંચાલકોને એક વાત સમજાય છે કે ફી વધારો મંજૂર કરાવવા માટે કમિટીના સભ્યોને અને હોદ્દેદારોને રાજી કરવા પડે છે એટલે કે મોટી રકમ લાંચ સ્વરૂપે આપવી પડે છે.ફી વધારો કરવા માટે પૈસા ખવડાવવા પડે છે.ભાજપની નીતિ રીતિથી કંટાળી ખાનગી શાળા સંચાલકોએ કમિટી દૂર કરવાની કરી માંગ કરી છે. કારણકે કેટલી વાર કઈ કઈ જગ્યાએ પૈસા ખવડાવવા પડે અને અંતે તો તે બાળકોના વાલીઓએ ભોગવવાના આવે છે. શિક્ષણ ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર એ માજા મૂકી છે.
રોહિતસિંહ રાજપૂતે આજે મીડિયા સમક્ષ સરકાર તથા એફઆરસી કમિટી સંદર્ભે આવા આક્ષેપો કર્યા છે.
લોકો માં ચર્ચા છે કે વિરોધ પક્ષ જ્યારે નેસ્તો નાબૂદ થવાના આરે ઉભો છે ત્યારે કોંગ્રેસના આવા એકાદ યુવા નેતા લોકોને સ્પર્શ તો પ્રશ્ન ઉપાડે ત્યારે એવું થાય કે હજી ક્યાંક ક્યાંક કોંગ્રેસ જીવિત છે. સામાન્ય પ્રજા ઈચ્છે છે કે રોડ રસ્તા વીજળી પાણી આરોગ્ય અને શિક્ષણ એ વેપાર થી દૂર રાખવું જોઈએ જેથી સામાન્ય પ્રજા શાંતિથી જીવી શકે. પરંતુ લગભગ ક્ષેત્રમાં હવે વેપારીઓનો પ્રવેશ થઈ ચૂક્યો છે.
કોમન એક્ટ દેશમાં લાગુ કરતા હોય તો કોમન એજ્યુકેશન એક્ટ પણ હોવો જોઈએ તેવું રોહિતસિંહ રાજપૂત કહ્યું હતું.