આપણું ગુજરાતવડોદરા

ભાયલી ગેંગરેપ કેસના આરોપીઓની માહિતી આપનારને 50 હજારનું ઈનામ

વડોદરાઃ શહેરના ભાયલી સગીરા સાથે સામુહિક દુષ્કર્મ કેસમાં સુરક્ષા વ્યવસ્થાના મસમોટા દાવાનો ફિયાસ્કો થઈ ગયો છે. દુષ્કર્મ કેસના આરોપીને પોલીસ હજુ પણ પકડી શકી નથી, ત્યારે હવે ભાયલી ગામના પૂર્વ સરપંચે આરોપીઓની માહિતી આપનારને રૂ. 50 હજારના રોકડનાં ઇનામની જાહેરાત કરી છે. આરોપીઓની માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે.

સમાજ માટે ખૂબ જ શરમજનક:
ભાયલી ગામના પૂર્વ સરપંચે જણાવ્યું હતું કે, 16 વર્ષની સગીરા પર જે દુષ્કર્મની ઘટના બની છે તે સમાજ માટે ખૂબ જ શરમજનક છે. હું સૌને વિનંતી કરું છું કે, ભાયલી ખાતે સગીર યુવતી સાથે જે દુષ્કર્મની ઘટના બની તે સંદર્ભે આપણી કોઈની પાસે કોઈ પણ માહિતી હોય તો આપ મને અથવા ભાયલી પોલીસ સ્ટેશનમાં આપી શકો છો.

તેમણે કહ્યું કે. ‘હું આપને ખાતરી આપું છું, તમારી ઓળખ ગુપ્ત રાખવામાં આવશે તેમજ દુષ્કર્મ આચરનાર ત્રણ આરોપી સાથે જે 2 યુવાનો આ ઘટના પહેલા સ્થળ છોડીને ભાગી ગયા હતા, યુવાનોને પણ આ વીડિયોના માધ્યમથી વિનંતી કરું છું કે, તમે આગળ આવીને આરોપીઓ સબંધિત માહિતી મને અથવા પોલીસને આપો. સચોટ માહિતી આપનારને મારા તરફથી રૂ. 50 હજારની ઈનામી રાશી આપવામાં આવશે. એક આરોપીએ ગોલ્ડન ફ્રેમવાળા બ્રાઉન ગ્લાસના ચશ્મા પહેરેલાં હતાં તેમજ બીજા આરોપીએ કાનમાં કડી-બુટ્ટી પહેરેલી હતી. આપ સૌને આ વીડિયો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા વિનંતી છે.’

ત્રણ લોકો સગીરા પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું
અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના ભાયલી વિસ્તારમાં મોડી રાત્રે 16 વર્ષની સગીરા મિત્ર સાથે બેઠી હતી, ત્યારે ત્રણ લોકોએ સગીરાના મિત્રને ગોંધી રાખી સગીરા પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. ગેંગરેપ બાદ નરાધમો 16 વર્ષીય સગીરા અને તેના મિત્રને ધમકાવી મોબાઈલ ઝૂંટવી લઇ ભાગી છૂટ્યાં હતાં. તાલુકા પોલીસ મથકથી માત્ર બે જ કિમીના અંતરે આ ઘટના બની હતી. ઘટનાના પગલે દોડતી થયેલી પોલીસને ઘટનાના 48 કલાક થવા આવ્યા છતાં આ બળાત્કારીઓને પકડવાનું દૂર હજુ સુધી તેમની ઓળખ પણ કરી શકી નથી.

પોલીસ હાલ આરોપીઓને શોધી રહી છે
વડોદરા જિલ્લા પોલીસ, વડોદરા ક્રાઈમ બ્રાન્ચ સહિતની પોલીસની ટીમો આરોપીઓને શોધવામાં લાગી છે. પોલીસ સીસીટીવી, કોલ ડીટેલ અને હ્યુમન સોર્સની મદદથી આરોપીને શોધી રહી છે. જોકે, પોલીસને હજુ સુધી કોઈ નક્કર કડી મળી નથી.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button