આપણું ગુજરાત

Gujarat ની પાંચ વિધાનસભા બેઠકોની પેટા-ચૂંટણીના પણ આજે પરિણામ

ગુજરાતની(Gujarat)25 લોકસભા બેઠકના ચૂંટણી પરિણામો(Loksabha Election Result) સાથે રાજ્યની પાંચ વિધાનસભા બેઠકના પેટા- ચૂંટણીના(Assembly By Poll)પણ પરિણામ આજે આવશે. જેની માટેની ગણતરી પણ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં ખંભાત, વાઘોડિયા, પોરબંદર, માણાવદર અને વિજાપુર બેઠકનો સમાવેશ થાય છે.

પોરબંદર બેઠક પરથી અર્જૂન મોઢવાડિયા મેદાનમાં

જેમાં કોંગ્રેસના પોરબંદરના ધારાસભ્યપદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા સિનિયર કોંગ્રેસી નેતાને
અર્જૂન મોઢવાડિયાને ભાજપે ટિકિટ આપી હતી. જ્યારે વિજાપુર બેઠક પરથી પણ ભાજપે પૂર્વ કોંગ્રેસી નેતા સીજે ચાવડાને ટિકિટ આપી છે. વાઘોડિયા બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ભાજપે ટિકિટ આપી છે. માણાવદર બેઠક પર અરવિંદ લાડાણીને ટિકિટ આપી હતી. જ્યારે ખંભાત બેઠક પર ચિરાગ પટેલને ટિકિટ આપવામાં આવી હતી.

જ્યારે કોંગ્રેસે પોરબંદર બેઠક પરથી રાજુ ઓડેદરાને મેદાનમાં ઉતાર્યા છે. વિજાપૂર બેઠક પરથી કોંગ્રેસે દિનેશ પટેલ ને, વાઘોડિયા બેઠક પરથી કનુભાઈ ગોહિલને, માણાવદર બેઠક પરથી હરિભાઈ કણસાગરાને ટિકિટ આપી હતી. જ્યારે ખંભાત બેઠક પરથી મહેંદ્રસિંહ પરમાર પેટા-ચૂંટણી લડ્યા હતા.

આજે લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર થઈ રહ્યા છે. જેમાં ગુજરાતની 26 બેઠકમાંથી ભાજપ સુરત બેઠક બિનહરિફ જીતી ચૂકી છે ત્યારે રાજ્યની 25 બેઠકોના પરિણામ જાહેર કરાશે. તમામની નજર બનાસકાંઠા બેઠક પર રહેશે. અહી કોગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર ચૂંટણી લડી રહ્યા છે અને એક્ઝિટ પોલમાં તેમની જીતની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ગૃહ રાજ્ય ગુજરાતમાં ભાજપે 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં તમામ 26 બેઠકો જીતી હતી અને પાર્ટી આ વખતે પણ તે જ પ્રદર્શનનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ AAP અને કોંગ્રેસે પણ ભાજપનો વિજય રથ રોકવા માટે પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button