આપણું ગુજરાત

ગુજરાત શિક્ષણ બોર્ડના ચૅરમૅનનું રાજીનામું

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન તરીકે ફરજ બજાવતા નિવૃત આઈએએસ અધિકારી એ.જે. શાહે અચાનક જ રાજીનામું આપી દીધું હતું. શિક્ષણ બોર્ડના ચૅરમૅન તરીકે સતત પાંચ વખત એક્સટેન્શન મળ્યા બાદ તેમણે ટર્મ પૂર્ણ થાય તે પહેલા જ રાજીનામું ધરી દેતા અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે.ગુજરાત સ૨કારે તાજેતરમાં જ ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષામાં મહત્ત્વના ફેરફાર કર્યા છે અને બે વાર પરીક્ષાની પેટર્ન તેમજ નવી પરીક્ષા પદ્ધતિ લાગુ કરી છે. ત્યારે આ મહત્ત્વના ફેરફારો સમયે જ ગુજરાત બોર્ડના ચૅરમૅને રાજીનામું ધરી દીધું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button