આપણું ગુજરાતગાંધીનગર

હવે ગુજરાતમાં કોઈપણ ડેવલપર સ્થાપી શકશે રિન્યુએબલ એનર્જી પાર્ક: સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય…

ગાંધીનગર: ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી કનેક્ટિવિટીમાં રિન્યુએબલ પાર્ક ડેવલપરને લગતા અનેક પ્રશ્નોનો ઉકેલ લાવતો રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, હવેથી નાના ઉદ્યોગ અને MSME કંપનીઓ સોલર પાર્ક, વિન્ડ પાર્ક તથા હાઈબ્રીડ (વિન્ડ+સોલર) પ્રોજેક્ટ કેપ્ટિવ ઉપયોગ માટે લગાવી શકશે. રાજ્યમાં કોઈપણ ડેવેલપર સોલર પાર્ક, વિન્ડપાર્ક અથવા હાઇબ્રીડ પાર્ક ડેવલપ કરી શકશે.

આ પણ વાંચો : સૌરાષ્ટ્ર-કચ્છના ખેડૂતોને મળશે 10 કલાક વીજળી: સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય…

આ સાથે જ તેઓ પાર્કમાં જનરેટ થતો પાવર અથવા એસેટ નાના તેમજ મધ્યમ વર્ગના ઉદ્યોગોને વેચાણ કે ટ્રાન્સફર કરી શકશે. વર્ષ 2030 સુધીમાં ભારતની રિન્યુએબલ કેપેસીટી 500 GW તેમજ ગુજરાતની રિન્યુએબલ એનર્જી કેપેસીટી 100 GW સુધી પહોંચડવામાં આ નિર્ણય મહત્વપૂર્ણ પૂરવાર થશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ નિર્ણયથી અંદાજિત 300 મેગાવોટના પ્રોજેક્ટ કમિશન થઈ શકશે તેમજ આગામી ચાર વર્ષમાં ઓપન એક્સેસમાં બે ગીગાવોટના નવા પ્રોજેક્ટ પણ ડેવલપ થશે. તેનાથી અંદાજિત 1,00,000 જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન થશે. ઉપરાંત આ નિર્ણયથી ગુજરાતની બધી જ ઇન્ડસ્ટ્રીઝની મેન્યુફેક્ચરિંગ કોસ્ટમાં ઘટાડો થશે તેમજ વૈશ્વિક બજારમાં ગુજરાતની પ્રોડક્ટ કોમ્પિટિટિવ પ્રાઇઝમાં ઉપલબ્ધ કરી શકાશે.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…