આપણું ગુજરાત

નર્મદા નદીનાં પૂરગ્રસ્ત વિસ્તારો માટે રાહત પેકેજ જાહેર કરાયું

(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: રાજ્યમાં તારીખ ૧૬થી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન ભરુચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં ભારે વરસાદ તથા ઉપરવાસના ભારે વરસાદને કારણે નર્મદા નદીમાં પુર આવતા આ જિલ્લામાં ખેતી બાગાયતી પાકોને થયેલા નુકસાન અન્વયે રાજ્ય સરકારે ખાસ કૃષિ રાહત પેકેજ ૨૦૨૩ જાહેર કર્યું છે.

તાજેતરમાં તારીખ ૧૬થી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, વડોદરા, નર્મદા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો તેમ જ નર્મદા નદીના ઉપરવાસમાં પણ વરસેલા ભારે વરસાદને કારણે આ ત્રણ જિલ્લામાં ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક નુકસાન તેમજ ખેતરોમાં પાણી ભરાઈ જવાના પરિણામે નુકસાનીના પ્રાથમિક અંદાજો સંબંધિત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાજ્ય સરકારને મળ્યા છે. આ અંદાજ અહેવાલોના સંદર્ભમાં રાજ્ય સરકારે જે તે જિલ્લાના ખેડૂતોને થયેલ નુકસાન સામે સહાય રૂપ થવા માટે એસડીઆરએફ ઉપરાંત રાજ્ય બજેટમાંથી ખાસ કૃષિ રાહત પેકેજ આપવાનું નક્કી કર્યું છે. આ પેકેજનો લાભ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેર કરાયેલ નુકસાનગ્રસ્ત ગામોમાં કૃષિ અને બાગાયતી પાકોમાં ૩૩ ટકા કે તેથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂત ખાતેદારોને મળશે.

આ સહાય પેકેજ અનુસાર ખરીફ ૨૦૨૩-૨૪ ઋતુના વાવેતર કરેલા બિન પિયત ખેતી પાકોમાં ૩૩ ટકા કે તેથી વધુ નુકસાન માટે એસડીઆરએફ (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ)ના નોર્મ્સ પ્રમાણે હેક્ટર દીઠ રૂ. ૮,૫૦૦ની સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં અપાશે. આ ખરીફ ઋતુ ૨૦૨૩-૨૪ના વાવેતર કરેલા પિયત ખેતી પાકો અને વર્ષાયુ બાગાયતી પાકોમાં પણ ૩૩ ટકા કે તેથી વધુ નુકસાન માટે એસડીઆરએફના નિયમાનુસાર હેક્ટરદીઠ મળવા પાત્ર રૂપિયા ૧૭ હજારની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી વધારાની સહાય હેકટર દીઠ રૂ. ૮,૦૦૦ પ્રમાણે મળીને કુલ રૂપિયા ૨૫,૦૦૦ સહાય હેકટર દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં મળવા પાત્ર થશે. બહુવર્ષાયુ બાગાયતી પાકોના ૩૩ ટકા કે તેથી વધુ નુકસાન માટે એસડીઆરએફમાંથી મળવાપાત્ર એક્ટર દીઠ રૂપિયા ૨૨,૫૦૦ ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી પ્રતિ એક્ટર રૂ. ૧૫,૦૦૦ મળી કુલ ૩૭,૫૦૦ સહાય હેઠળ દીઠ મળશે. વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં આ સહાય મળશે. જયારે બહુવર્ષાયુ બાગાયતી પાકોના ૩૩ ટકા કે તેથી વધુ ઝાડ ઉખડી જવાના, પડી જવાના કે ભાંગી જઈ નાશ પામ્યા હોય તેવા કિસ્સામાં પ્રતિ હેક્ટર મળવાપાત્ર રૂ. ૨૨,૫૦૦ ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળ માંથી હેક્ટર દીઠ વધારાની રૂપિયા ૧,૦૨,૫૦૦ની સહાય મળીને કુલ રૂ. ૧,૨૫,૦૦૦ની સહાય મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં અપાશે. આવી સહાય ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે.

સહાય પેકેજનો લાભ લેવા માંગતા અસરગ્રસ્ત ખેડૂતોએ ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી તારીખ ૩૧ ઓક્ટોબર ૨૦૨૩ સુધીમાં કરવાની રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button