રિલાયન્સ એ ગુજરાતની કંપની હતી, છે અને ઓળખાતી રહેશે: મુકેશ અંબાણી
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત હંમેશાથી તેમની કર્મભૂમી રહી છે. રિલાયન્સ હંમેશા ગુજરાતની કંપની રહી છે. રિલાયન્સ ગ્રૂપના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યુ હતું.
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ માં રિલાયન્સ ગ્રૂપના ચેરમેન મુકેશ અંબાણીએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે, ‘મોદી હૈ તો મુમકીન હૈ’ શબ્દોથી કરી હતી. ગુજરાત હંમેશાથી તેમની કર્મભૂમી રહી છે. રિલાયન્સ હંમેશા ગુજરાતની કંપની રહી છે.
મુકેશ અંબાણીએ વધુમાં કહ્યું કે રિલાયન્સે ભારતમાં ૧૨ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે, જેમાંથી ત્રીજા ભાગનું રોકાણ માત્ર ગુજરાતમાં જ થયું છે.
મુકેશ અંબાણીએ કહ્યું છે કે રિલાયન્સ આગામી ૧૦ વર્ષ સુધી ગુજરાતના ગ્રીન એનર્જી સેક્ટરમાં તેનું રોકાણ ચાલુ રાખશે. ૨૦૩૦ સુધીમાં રિલાયન્સ ગુજરાતના લગભગ અડધા ભાગની ગ્રીન એનર્જીનું ઉત્પાદન કરશે.
રિલાયન્સે જામનગરમાં ૫૦૦૦ એકર વિસ્તારમાં ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સનું બાંધકામ શરૂ કર્યું છે. આ રોકાણથી ગ્રીન જોબ્સનું સર્જન થશે.
અંબાણીએ પોતાના વકતવ્યમાં વધુમાં
ઉમેર્યુ હતુ કે, આ સમિટ દુનિયાની સૌથી નામાંકિત સમિટ બની રહી છે. ૨૦ વર્ષથી સતત ચાલતી હોય તેવી આ એકમાત્ર સમિટ છે.
તમામ રોકાણકારોને આ સમિટમાં ભાગ લેવાનો મોકો મળે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને કારણે આ શક્ય બન્યું છે. હું વાઈબ્રન્ટ ગુજરાતની દરેક સમિટમાં સહભાગી થયો છું તે મારું ગૌરવ છું. મને ગુજરાતી હોવાનું અભિમાન છે. જ્યારે વિદેશીઓ ન્યૂ ઈન્ડિયા વિચારે છે, તો અમે નવું ગુજરાત વિચારીએ છીએ.
અમારા લીડર દેશના ઈતિહાસના સૌથી સફળ વડા પ્રધાન છે. એક લીડર જેના કારણે નવું ગુજરાત થયું જે એક વૈશ્ર્વિક નેતા છે. વડા પ્રધાન બોલે છે, ત્યારે આખુ વિશ્ર્વ તાળી પાડે છે. મોદી હૈ તો મુમકીન હૈ. દેશના વડા પ્રધાને અશક્યને શક્ય બનાવ્યું છે.
વિદેશીઓ પણ માની ગયા છે કે, મોદી હૈ તો મુમકીન હૈ. વિદેશના મારા મિત્રો પૂછે છે કે મોદી હૈ તો મુમકીન હૈ એટલે શું હું તેમને જવાબ આપું છું ત્યારે તેઓ પણ તે જ કહે છે.
મારા પિતાએ કહ્યું હતું કે, ગુજરાત તારી માતૃભૂમિ છે અને તે હંમેશાં તારી કર્મભૂમિ રહેશે. રિલાયન્સ ગુજરાતની કંપની હતી, છે અને ઓળખાતી રહેશે.
આખા ભારતમાં થયેલા ૧૨ લાખ કરોડના રોકાણમાં ત્રીજો ભાગ ગુજરાતમાં રોકાણ થયું છે. રિલાયન્સ આવનાર દસ વર્ષમાં રોકાણ કરશે. રીન્યુએબલ એનર્જી માટે ધીરૂભાઈ અંબાણી પાર્ક જામનગરમાં સ્થાપી રહ્યું છે.
ગ્રીન પ્રોજક્ટમાં ગુજરાત લીડર બનશે અને ૨૦૨૪ માં પ્રોડક્શન શરૂ થઈ જશે.