
અમદાવાદ: જાહેર રોડ પર કાયદાની હાંસી ઉડાવતા હોય તેવી રીતે મારપીટ કરતાં હોય તેવા વિડીયો આપણે સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હોય છે. ત્યારે ગુજરાતનો વધુ એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે કે જેમાં હોસ્પિટલમાં ચપ્પલ બહાર ઉતારવા બાબતે દર્દીના પરિવારજનોએ ડોકટરને માર માર્યો હતો. જેના સીસીટીવી ફૂટેજ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.
હાલ પ્રાપ્ત થઈ રહેલી વિગતો અનુસાર આ વિડીયો ભાવનગરના શિહોરનો હોવાનું જાણવા મળી રહ્યું છે. શનિવારે હોસ્પિટલમાં માથામાં ઇજાઓ પહોંચવાથી એક મહિલાને સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેમના એક સબંધી ખબર અંતર પૂછવા ઇમરજન્સી વોર્ડમાં પહોંચ્યા ત્યારે ડોકટર જયદીપસિંહ ગોહિલે તેમને ચપ્પલ બહાર ઉતારવાનું કહ્યું હતું. જેનાથી દર્દીના પરિજન ઉશ્કેરાઇ જતા ડૉક્ટર સાથે મારપીટ શરૂ કરી દીધી હતી.
ઇમરજન્સી વોર્ડમાં થયેલ આ મારપીટના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા. જેમાં દેખાઈ રહ્યું છે કે મારામારી દરમિયાન દર્દી અને ત્યાં રહેલી એક નર્સે પણ બચાવ માટે પ્રયત્નો કર્યા હતા. ખુદ દર્દી જ બેડ પરથી ઉભા થઈને બચાવ માટે ગયા હતા. પરંતુ મારામારી થોડી વારમાં તો વધતી જ ગઇ. જો કે બંને વચ્ચે થયેલી મારામારીમાં દવાઓ અને બીજા સાધનો પણ ખરાબ થઈ ગયા હતા.
ઘટના બાદ પોલીસે મારામારી સાથે સંકળાયેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ અંગે એક અધિકારીએ જણાવ્યું કે આરોપી હિરેન ડાંગર, ભવદીપ ડાંગર અને કૌશિક કુવાડિયા સામે કલમ 115 (2), 352, 351 (3) ગુનાહિત ધમકી અને હેઠળ ભારતીય ન્યાય સંહિતા ગુનો નોંધવામાં આવ્યો છે.
Also Read –