ધોરણ 10 બાદ ડિપ્લોમાના પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 15 એપ્રિલથી થશે શરૂ
ધોરણ 10 બાદ ડિપ્લોમાં એન્જિનિયરિંગ કરવા અંગે મોટા સમાચાર મળી રહ્યા છે. ટૂંક સમયમાં ડિપ્લોમા એન્જીનિયરિંગમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. ત્યારે 15 એપ્રિલથી 2024થી વિદ્યાર્થીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. 15 મે સુધી ડિપ્લોમા એન્જીનિયરીંગમાં પ્રવેશ લેવા ઈચ્છુક વિદ્યાર્થીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે. રાજ્યની 31 સરકારી, 5 ગ્રાન્ટેડ, 107 ખાનગી ડિપ્લોમા એન્જીનીયરીંગ કોલેજોમાં બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે.
ધોરણ 10ના પરિણામ અગાઉ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ ધોરણ 10 બાદ નોકરી કરતા હોય તેવા વિદ્યાર્થીઓ વર્કિંગ પ્રોફેશનલ તરીકે ડિપ્લોમાના બીજા વર્ષમાં સીધો પ્રવેશ મેળવી શકશે.
આ પણ વાંચો : ઉનામાં મહેતાજીએ જ ખાણ માલિકની ગોળી મારી કરી હત્યા, જાણો શું છે મામલો
ACPDC દ્વારા સમગ્ર પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન યોજાશે. ડિપ્લોમા એન્જીનીયરીંગની પ્રોવિઝનલ મેરિટ લીસ્ટની જાહેરાત 23 મે થશે તથા ફાઇનલ મેરિટ લીસ્ટની જાહેરાત 30 મે કરવામાં આવશે. વિદ્યાર્થીઓએ કોલેજ પસંદગી અને તેમાં ફેરફાર કરવા માટે 31 મેથી 3 જૂન સુધીનો સમય આપવામાં આવ્યો છે. જ્યારે પ્રથમ રાઉન્ડ માટે ફાળવણીની યાદીની જાહેરાત 6 જુનના રોજ થશે.
વિદ્યાર્થીઓ તારીખ 6 જૂનથી 10 જૂન સુધીમાં ટ્યુશન ફી ઓનલાઈન ભરવાની રહેશે. વર્કિંગ પ્રોફેશનલને ડિપ્લોમાના બીજા વર્ષમાં સીધો પ્રવેશ મેળવવા માટેનો પ્રવેશ પ્રક્રિયાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. જે માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન 20 એપ્રિલથી 15 મે સુધી ચાલું રહેશે.
તે માટે પ્રોવિઝનલ મેરિટ લીસ્ટની જાહેરાત 24 મેના રોજ થશે, તથા ફાઇનલ મેરિટ લીસ્ટની જાહેરાત 3 જુને થશે. વિદ્યાર્થીઓને બેઠક ફાળવણીની યાદી જાહેર 4 જૂનના રોજ થશે
આ પણ વાંચો : ભાજપના છવ્વીસે છવીસ સાંસદશ્રીઓને પાલભાઈ આંબલિયાની ખુલ્લી ચેલેન્જ
વર્કિંગ પ્રોફેશનલને ડિપ્લોમા એન્જિનિયરિંગના બીજા વર્ષમાં સીધા પ્રવેશ માટે ઓછામાં ઓછો એક વર્ષનો નોકરીનો અનુભવ ધરાવવો ફરજીયાત છે અને હાલ નોકરી ચાલુ હોવી જરૂરી છે.
એઆઈસીટીઈના નિયમ મુજબ વિદ્યાર્થીઓ હાલ જે કંપનીમાં નોકરી કરી રહ્યા હોય તે કંપનીની 50 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલી સંસ્થામાં તેમને પ્રવેશ મળી શકશે. રજિસ્ટ્રેશન માટે પણ વિદ્યાર્થીઓએ જે કોલેજમાં પ્રવેશ મેળવવો હોય તે કોલેજનો સંપર્ક કરવાનો રહેશે.