આપણું ગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટમાં 10 રૂપિયાનો સિક્કો સ્વીકારવામાં આનાકાની: કલેકટરે બહાર પાડ્યું ફરમાન

રાજકોટ: છેલ્લા કેટલાક સમયથી રાજકોટ જિલ્લામાં રૂ. ૧૦ નો સિક્કો માન્ય હોવા છતાં વ્યવહારમાં તેનો ઉપયોગ નહિવત થતો હોઈ ગ્રાહકો, વ્યાપારીઓ તેમજ બેન્કર્સને રૂ. ૧૦ના સિક્કાને લઈને પડતી મુશ્કેલીના નિવારણ અર્થે જિલ્લા કલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં રાજકોટની નેશનલ અને ખાનગી બેન્કના અધિકારીઓ સાથે એક બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં કલેકટર પ્રભવ જોશીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે રૂપિયા દસનો સિક્કો ભારત સરકાર અને આર.બી.આઈ. (RBI) દ્વારા માન્યતા પ્રાપ્ત ચલણ છે. જેનો વ્યવહાર કાયદેસર છે. જેથી કરીને લોકો, વ્યાપારીઓ નિઃસંકોચપણે ચલણમાં તેનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરે તે ઇચ્છનીય છે તેમજ બેન્ક પણ રૂ. ૧૦ના સિક્કાનો અસ્વીકાર કરી શકે નહીં. તમામ બેંકોમાં રૂ. ૧૦ના સિક્કા જમા કરાવી શકાય છે તેમ કલેકટરએ લોકોને વિશ્વાસ આપતાં જણાવ્યું હતું.

કલેકટરએ આ બાબતે સંપૂર્ણ સહકાર આપવા બેન્કના અધિકારીઓને જણાવ્યું હતું. બેન્કના અધિકારીઓના જણાવ્યા મુજબ રૂ. ૧૦ના સિક્કા બેન્ક દ્વારા હાલ ચલણમાં છે જ તેમ જ કોઈbપણ વ્યાપારી બેન્કોમા રૂ. ૧૦ના સિક્કા જમા કરાવી શકે છે.

આ પણ વાંચો: સાંઢીયો પુલ બંધ થતા ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો સાબિત થશે

રૂ. ૧૦નો સિક્કો વ્યાપક પ્રમાણમાં વ્યવહારમાં આવતાં છુટ્ટા રૂપિયાની સમસ્યા પણ હલ થઈ જશે તેમ કલેકટરશ્રીએ જણાવી રૂ. ૧૦ ના સિક્કાનું સર્ક્યુલેશન વધે તેના માટે સર્વેને રોજીંદા વ્યવહારમાં સિક્કાની લેણ-દેણ વ્યાપક બનાવવા અનુરોધ કર્યો છે.

આ બેઠકમાં એસ.બી.આઈ. ના લીડ બેન્કના મેનેજર નરેન્દ્ર સોલંકી, કરુણાકર બિસ્વાલ સહિત અગ્રણી બેંકોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

આ પણ વાંચો: Surat માંથી નકલી ચલણી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું, 9 લાખના દરની નોટો જપ્ત

રૂ. ૧૦નો સિક્કો કાયદેસરનું ચલણ – રોજીંદા વ્યવહારમાં સિક્કાની લેણ-દેણ વ્યાપક બનાવવા કલેકટરશ્રી પ્રભવ જોશીની અપીલ. વ્યાપારીઓને શોપ પર રૂ. ૧૦ના સિક્કા સ્વીકારીએ છીએ તે પ્રકારે સ્ટીકર લગાવવવા અનુરોધ. કોઈપણ વ્યાપારી બેન્કોમા રૂ. ૧૦ ના સિક્કા જમા કરાવી શકે છે અને પૂરતા પ્રમાણમાં સ્ટોક ઉપલબ્ધ.

આ તકે કલેક્ટરને એક બીજી વાત કરવાની કે પાંચ રૂપિયાની નોટ પણ કોઈ સ્વીકારતું નથી તો તેનું પણ બોર્ડ લગાવવું જરૂરી છે અને દરેક લોકો પાંચ રૂપિયાની નોટ સ્વીકારે તે સૂચના આપવી જરૂરી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Airport પર આ રીતે Deepika Padukoneને સંભાળતો જોવા મળ્યો Ranveer Singh.. સોનાક્ષીની નણંદ પણ છાપે છે પૈસા 53 વર્ષ પહેલાં આવેલી Rajesh Khannaની ફિલ્મના એ સુપરહિટ ડાયલોગ… T-20માં વિરાટ કોહલી બાદ ભારતને એક stable captain મળ્યો નથી