“શક્તિ” શબ્દ સંદર્ભે પુરષોત્તમ રૂપાલા આડકતરી રીતે રાહુલ પર વરસ્યા.
રાજકોટ: છેલ્લા બે ત્રણ દિવસથી રાહુલ ગાંધીના એક સ્ટેટમેન્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો જબરજસ્ત બેટિંગ કરેલ છે પરંતુ હવે આ મુદ્દો ભાજપના દરેક નેતાઓ સુધી પહોંચ્યો છે.મુંબઈમાં રાહુલ ગાંધીએ “શક્તિ” મુદ્દે કરેલા નિવેદન બાદ વિવાદ સર્જાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાદ કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ પણ શક્તિ મુદ્દે રાહુલ ગાંધીના નિવેદનને જાહેરમાં વખોડી કાઢી નામ લીધા વગર વિરોધ નોંધાવ્યો હતો.
રાજકોટમાં એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપી રૂપાલાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, આપણે અહીં જગદંબાઓ છે, નવ દિવસ ઉપાસનાનું પર્વ ચાલે, હમણા એને શક્તિ સામે વાંધો પડ્યો છે.
રાહુલ ગાંધી આ સંદર્ભે નિવેદન આપી ચૂક્યા છે કે મારા શબ્દોને જુદી રીતે અર્થઘટન કરી અને મુદ્દા ને ચગાવવામાં આવ્યો છે.
વિપક્ષની આ વાત પર શાસક પક્ષ જમાવટ થી બેટિંગ કરી રહ્યો છે.