આપણું ગુજરાત

આજથી સૂર્યદેવ વધારે આકરા થશેઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનું રેડ અને ઓરેન્જ એલર્ટ

અમદાવાદઃ ગુજરાતમાં તાપમાનમાં ઝડપી ગતિથી વધારો થઈ રહ્યો છે. અમદાવાદ સહિતના રાજ્યના ભાગોમાં પણ આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ચામડી દઝાડે તેવી કાળઝાળ ગરમીની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી હતી.

હવામાન વિભાગે રાજ્યમાં આકરી ગરમી પડવાની આગાહી સાથે હીટવેવની વોર્નિંગ આપી હતી. જેમાં કચ્છ માટે બે દિવસના હીટવેવના રેડ એલર્ટની આગાહી કરી હતી. જ્યારે સૌરાષ્ટ્રના મોરબી અને રાજકોટ માટે ઓરેન્જ એલર્ટ જ્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે હીટવેવનું યલો એલર્ટ આપવામાં આવ્યું હતું. ગુજરાતના કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકિનારે પણ અકળામણ થાય તેવી ગરમી રહેવાની આગાહી પાંચ દિવસ માટે કરવામાં આવી હતી.

આ પણ વાંચો: કચ્છમાં દુબઈ કરતા વધુ ગરમીઃ ભુજ દેશનું સૌથી ગરમ મથક…

હવામાન વિભાગે 6 અને 7 એપ્રિલ માટે આગાહી કરી હતી, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ તથા ઉત્તર ગુજરાતમાં આકરી ગરમીના એંધાણ છે. જેમાં કચ્છમાં બે દિવસ રેડ એલર્ટ જ્યારે મોરબી અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું. આ સિવાય સૌરાષ્ટ્રના પોરબંદર અને જુનાગઢમાં હીટવેવનું યલો એલર્ટ રહેશે. જ્યારે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા તથા ગાંધીનગર માટે પણ બે દિવસનું યલો એલર્ટ આપવામાં આવ્યું હતું.

આ પછી 8 અને 9 એપ્રિલ દરમિયાન પણ સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે હીટવવેનું એલર્ટ આપવામાં આવ્યું હતું. જેમાં કચ્છમાં બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ જ્યારે મોરબી, રાજકોટ અને જુનાગઢ માટે પણ યલો એલર્ટ આપ્યું હતું. જેમાં જુનાગઢ માટે માત્ર 8મી તારીખ માટે યલો એલર્ટ અપાયું હતું.

આ જ તારીખો દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને ગાંધીનગર માટે હીટવેવનું યલો એલર્ટ આપવામાં આવ્યું હતું. આ સાથે જ પાંચ દિવસ માટે સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ગુજરાતના અને ખંભાતના અખાતના દરિયાકાંઠાના ભાગોમાં અકળામણ થાય તેવી ગરમી પડવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button