ગુજરાતના ૧૧ જિલ્લામાં રેડ એલર્ટ: સાંજ સુધીમાં રાજ્યના ૧૬૪ તાલુકામાં મેઘમહેર!

અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા રાજ્યના ૧૧ જિલ્લામાં સાંજના સાત વાગ્યા સુધી રેડ એલર્ટ નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ૧૧ જિલ્લામાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, આણંદ, ભરૂચ, વડોદરા, નર્મદા અને પંચમહાલ જિલ્લાનો સમાવેશ થાય છે. આ દરમિયાન ચાર વાગ્યા સુધીમાં રાજ્યના ૧૬૪ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો.
૧૧ જિલ્લામાં રેડ એલર્ટ નાઉકાસ્ટ જાહેર
રાજ્યના હવામાન વિભાગ દ્વારા રાજ્યના ૧૧ જિલ્લામાં સાંજના સાત વાગ્યા સુધી રેડ એલર્ટ નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ૧૧ જિલ્લામાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, આણંદ, ભરૂચ, વડોદરા, નર્મદા અને પંચમહાલ જિલ્લાનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં આગામી ત્રણ સાત વાગ્યા સુધીમાં ભારે વરસાદ થવાની સંભાવના છે
ચાર વાગ્યા સુધીમાં રાજ્યના ૧૬૪ તાલુકામાં વરસાદ
ઉલ્લેખનીય છે કે આજે બપોરે ચાર વાગ્યા સુધીમાં રાજ્યના ૧૬૪ તાલુકામાં વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ પંચમહાલના જાંબુઘોડામાં ૨.૪૦ ઇંચ પડ્યો હતો. તે ઉપરાંત દ્વારકામાં ૦.૯૮ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. પોરબંદરમાં ૧.૮૫ ઇંચ, લખપતમાં ૧.૮૧ ઇંચ, ભરૂચમાં ૧.૭૭ ઇંચ, કરજણમાં ૧.૫૭ ઇંચ, વલસાડમાં ૧.૩૮ ઇંચ, કલ્યાણપૂરમાં ૧.૩૪ ઇંચ, વાઘોડિયામાં ૧.૨૨ ઇંચ, ડભોઇમાં ૧.૧૮ ઇંચ અને હાંસોટમાં ૧.૦૬ ઇંચ વરસાદ પડ્યો હતો.
રાણાવાવ, માંગરોળ, માંડવી, મહુવા, વડોદરા, કપરાડા, વાપી, ધાનપુર, સંખેડા, ભાણવડ સહિત ૧૮ તાલુકાઓમાં અડધા ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. જ્યારે ૧૨ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.