આપણું ગુજરાત

ટીએટી-એચએસ પરિક્ષામાં રીચેકિંગથી 217 ઉમેદવારોના ગુણમાં 10 સુધીનો વધારો થયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા શિક્ષકો માટેની અભિરૂચી કસોટી- ઉચ્ચતર માધ્યમિકનાં પરિણામ બાદ 217 ઉમેદવારોના પરિણામમાં ફેરફાર થયો છે. પરિણામ બાદ સાત હજાર જેટલા ઉમેદવારોએ ગુણ ચકાસણી માટે અરજી કરી હતી. ચકાસણી દરમિયાન 217 ઉમેદવારોના પરિણામમાં એક ગુણથી લઈને 10 ગુણ જેટલો ફેરફાર થયો છે. જેમાં એક ઉમેદવારના ગુણમાં 10નો વધારો થયો હતો. જ્યારે 20 જેટલા ઉમેદવારો એવા હતા કે જેઓ અગાઉ જાહેર કરાયેલા પરિણામમાં નાપાસ હતા, પરંતુ ગુણ ચકાસણીમાં તેમના ગુણમાં સુધારો થયા બાદ તેઓ પાસ થયા છે. જેથી આ 20 ઉમેદવારો હવે જ્ઞાન સહાયક બનવા માટે અરજી કરી શકશે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 17 સપ્ટેમ્બરના રોજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે ટીએટી- એચએસમાં મેઈન્સની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં સમગ્ર રાજ્યમાંથી 41250 જેટલા ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. પરીક્ષા બાદ તાજેતરમાં તા.28મી નવેમ્બરના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરાયું હતું. જેમાં 15233 ઉમેદવારો 60 ટકા કરતા વધુ ગુણ મેળવી પાસ થયા હતા. પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરિણામથી સંતુષ્ટ ન હોય તેવા ઉમેદવારો પાસેથી ગુણ ચકાસણી માટે અરજીઓ મંગાવી હતી. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા અરજીઓ મંગાવતા પેપર-1માં ગુણ ચકાસણી માટે 6 હજાર અને પેપર-2માં 6400 ઉમેદવારોએ અરજી કરી હતી. ગુણ ચકાસણીની કામગીરી દરમિયાન કુલ 217 ઉમેદવારોના માર્કસમાં ફેરફાર થયો છે. જેમાં 219 ઉમેદવારોના ગુણમાં એકથી લઈને ચારનો વધારો થયો હોવાનું જાણવા મળે છે. જ્યારે એક ઉમેદવારના ગુણમાં 10નો વધારો થયો છે.
જોકે, આ 217 ઉમેદવારોમાંથી 20 ઉમેદવાર એવા હતા કે જેઓ અગાઉ જાહેર કરાયેલા પરિણામમાં 60 ટકા લાવવામાં સફળ રહ્યા ન હતા પરંતુ ગુણ ચકાસણી બાદ ગુણ 120 કે તેના કરતા વધુ જતાં હવે તેઓ પાસ જાહેર કરાયા છે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker