આપણું ગુજરાત

માતાને સાચવવા નાના ભાઈ કરતાં વધુ ભરણપોષણ શા માટે આપું?, કોર્ટે ચઢ્યો દીકરો

હેપ્પી મધર્સ ડે કઈ રીતે કહેશો ગુજરાત હાઈ કોર્ટમાં 'બાગબાન' ફિલ્મ જેવો કિસ્સો વાંચો

અમદાવાદઃ આજે માતૃત્વ દિવસ છે, કોઈ પણ સંતાનનું અસ્તિત્વ તેના માતા-પિતા વિના શક્ય નથી. માતા પિતાને ભગવાન કહેવાય છે, પરંતુ આજે કળિયુગ ચાલી રહ્યો છે, દીકરાઓ તેના માતા-પિતાના સાચવવા પોતાના ઘરજેવા મહેલ પણ નાના લાગતા હોય છે. એટલા માટે જ વૃદ્ધાશ્રમો વધી રહ્યાં છે. ગુજરાત હાઇ કોર્ટમાં પણ તાજેતરમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હાઈ કોર્ટે આ કેસ માતાની સંભાળ રાખવા અંગેનો છે, જેમાં દીકરો માતાની દેખરેખ રાખવા માટે પણ ગણતરી કરતો હતો. આ કેસની સુનાવણીમાં કોર્ટે એવી ફટકાર લગાવી કે જીવનભર યાદ રાખશે. શું છે કિસ્સો જાણીએ વિગતવાર.

માતાને વધુ રૂપિયા નહીં આપવા દીકરાની કોર્ટમાં અરજી

સરકારી શાળામાં ભણવાતા શિક્ષકે કોર્ટેમાં કેસ કર્યો છે કે, તે માતાના સંભાળ રાખવા માટે નાના ભાઈ કરતા વધારે રૂપિયા કેમ આપે? આ કેસમાં પહેલા જિલ્લા અધિકારીઓએ દર મહિને તેની માતાને રૂપિયા 7000 હજાર ચૂકવવા માટે આદેશ કર્યો હતો. જ્યારે તેના નાના ભાઈને માત્ર 3000 હજાર રૂપિયા ચૂકવવા માટે આદેશ કર્યો હતો. મોટા દીકરાએ એવો આક્ષેપ કર્યો છે કે, જો મિલકત બંને વચ્ચે સમાન રીતે વહેંચાઈ ગઈ હોય, ત્યારે જવાબદારીઓ પણ સમાન હોવી જોઈએ.

આ પણ વાંચો: પ્રાસંગિક: મમ્મીને પૂરતો સમય આપવો એ જ છે મધર્સ-ડેની બેસ્ટ ગિફ્ટ…

માતાની સંભાળ રાખવા રૂપિયાનો હિસાબા રાખવો પડે?

મહત્વની વાત એ છે કે, કોર્ટે આ કેસમાં મોટા દીકરાને ફટકાર લગાવતા કહ્યું કે, પોતાની માતાને થોડાક રૂપિયા વધારે આપવામાં એટલી પણ મુશ્કેલી ના હોવી જોઈએ કે આ મામલે કોર્ટમાં કેસ કરવો પડે. જેથી કોર્ટે તેની અરજીને રદ્દ કરી દીધી અને મહિના 7 હજાર રૂપિયા આપવાની આદેશને યથાવત રાખ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, એક માતાની સંભાળ રાખવા માટે પણ જો સંતાનો રૂપિયાની ગણતરી કરતા હોય તો પછી આનાથી મોટો ઘોર કળિયુગ કયો હોઈ શકે?

અમરેલીમાં બની ફિલ્મ બાગબાન સાચી ઘટના

આ કેસ બાગબાન ફિલ્મ જેવી બની ગયો છે. વિગતે વાત કરવામાં આવે તો, અરવલ્લી જિલ્લામાં રહેતા બંને ભાઈઓએ તેમના પરિવારના સભ્યો સામે એક કરાર કર્યો હતો અને પિતાની સંપત્તિ સમાન રીતે વહેંચવામાં આવી હતી અને જવાબદારીઓ પણ વહેંચવામાં આવી હતી. મોટા ભાઈએ પિતાની સંભાળ રાખવાની હતી, જ્યારે માતા નાના ભાઈ સાથે રહેવાની હતી. જો કે, પિતાના મૃત્યુ બાદ 79 વર્ષીય માતાએ એડિશનલ કલેક્ટર અને સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટને અરજી કરી હતી. આ અરજી માતાપિતા અને વરિષ્ઠ નાગરિકોના જાળવણી અને કલ્યાણ અધિનિયમ, 2007 હેઠળ દાખલ કરવામાં આવી હતી. તેમણે તેમના બંને પુત્રોને ભરણપોષણ માટે દર મહિને 40,000 રૂપિયા અને ઘૂંટણ રિપ્લેસમેન્ટ સર્જરી માટે 2 લાખ રૂપિયા માંગ્યા હતા. SDM દ્વારા આ બાબતે યોગ્ય ચુકાદો આપ્યો હતો.

આ પણ વાંચો: મોર્નિંગ મ્યૂસિંગ : મધર્સ-ડે પહેલાંની માતા: ભારત માતા કી જય!

ગુજરાત હાઇ કોર્ટે SDMના ચુકાદાને માન્ય રાખ્યો

મોટા દીકરાએ SDMના ચુકાદાને હાઇકોર્ટમાં અરજી કરીને પડકાર્યો હતો. પરંતુ હાઇકોર્ટે સમગ્ર બાબતોને ધ્યાનથી સમજી અને SDMના ચુકાદાને માન્ય રાખ્યો હતો. આ કેસમાં મોટા દીકરો એ સાબિત નહોતો કરી શક્યો કે તેના કરતા તેના નાના ભાઈની આવક વધારે છે. જેથી હાઇકોર્ટે મોટા દીકરાને મહિના 7 હજાર રૂપિયા આપવા માટે આદેશ આપ્યો છે, અને સાથે એવું પણ કહ્યું હતું કે, આવી બાબતોમાં સંતાનોએ જાતે જ સમજવું પડે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button