WATCH: Raveena Tandonને દીકરી રાશા સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા, જુઓ વીડિયો
અમદાવાદ: બોલીવૂડ અભિનેત્રી રવિના ટંડન(Raveena Tandon) સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલા સોમનાથ જ્યોતિર્લિંગ(Somnath)ના દર્શન કરવા પહોંચી હતી. તેની સાથે તેની પુત્રી રાશા થડાનીએ પણ દર્શન કર્યા હતા. રવિના ટંડને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે દીકરી રાશા સાથે મહાદેવના દર્શન અને પૂજા કરતી જોવા મળી રહી છે. નોધનીય છે કે રવિના હાલ તેની અપકમિંગ વેબ સીરિઝ ‘કર્મા કોલિંગ’ ના પ્રમોશનમાં વ્યસ્ત છે.
રવિના ટંડન નવી વેબ સિરીઝ ‘કર્મા કોલિંગ’ના રિલીઝ પહેલા રાશા સાથે મહાદેવના આશીર્વાદ લેવા સોમનાથ જ્યોતિર્લિંગ મંદિર પહોંચી હતી. રવિના સાથે તેની ટીમ પણ અહીં હાજર હતી. રવીનાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં આ મુલાકાતની ઝલક જોવા મળે છે, મંદિરની બહાર અને અંદરના દ્રશ્યો પણ જોવા મળે છે. માતા અને પુત્રી બંને પરંપરાગત વસ્ત્રોમાં જોવા મળે છે અને બંનેએ તેમના કપાળ પર ચંદનનું તિલક લગાવ્યું છે.
આ પોસ્ટ શેર કરતી વખતે રવિનાએ લખ્યું, ‘સોમનાથ! ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધી પુષ્ટિવર્ધનમ. ઉર્વરુકમિવ બંધનાન્મૃત્યોર્મુક્ષિયા મામૃતાત્ ||હર હર મહાદેવ!’ આ સાથે તેણે લખ્યું છે કે આ તસવીરો સોમનાથ મંદિર ટ્રસ્ટની પરવાનગી બાદ શેર કરવામાં આવી છે.