Rathyatra 2024: અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં Rathyatra પૂર્વે નેત્રોત્સવ વિધી યોજાઇ

અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)શહેરમાં 7મી જુલાઈએ ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા(Rathyatra)યોજાશે. આજે જગન્નાથ મંદિરમાં ભગવાનની નેત્રોત્સવ વિધિ સાથે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નેત્રોત્સવ પર ભજન, ભોજન, ભક્તોનો ત્રિવેણી સંગમ યોજાયો છે. જેમાં કાશી, મથુરા, વૃંદાવનના સાધુ સંતો પણ જોડાયા છે. તેમજ કાળી રોટી, ધોળી દાળના પ્રસાદનું અનેરું મહત્વ છે.
ભગવાનની આંખો પર પાટા બાંધી રાખવામાં આવે છે
ભગવાન જગન્નાથજી સરસપુરમાં મોસાળમાં હતા અને મોસાળમાંથી ભગવાન આજે નિજ મંદિરમાં પરત ફર્યા છે. રથયાત્રાના 15 દિવસ પહેલા ભગવાન પોતાના મોસાળમાં જાય છે અને તે દરમિયાન તે મામાના ઘરે મીઠાઈઓ અને જાંબુ ખુબ વધારે પ્રમાણમાં આરોગે છે, જેના કારણે તેમને આંખ આવી જાય છે. ત્યારબાદ ભગવાન જગન્નાથ ફરી પરત નિજ મંદિર ફરે છે. જો કે તેમને આંખ આવેલી હોવાથી આરામ મળે તે માટે તેમના આંખ પર પાટા બાંધી દેવામાં આવે છે. જેથી ભગવાનને મંદિરમાં પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી રાખવામાં આવે છે. આ વિધિને નેત્રોત્સવ વિધિ કહેવામાં આવે છે.
20 હજાર સંતો અને ભાવિક ભક્તો માટે ભંડારાનું આયોજન
આજે નેત્રોત્સવ વિધિ કર્યા બાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ધ્વજારોહણની વિધિ બાદ દેશના વિવિધ રાજ્યો અને શહેરોમાંથી આવેલા સાધુ-સંતોનો ધોળી દાળ અને કાળી રોટી (દૂધપાક-માલપુઆ)નો ભંડારો યોજાયો છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઊમટી પડયા છે. જેમાં 20 હજાર સંતો અને ભાવિક ભક્તો માટે ભંડારાનું આયોજન કરાયુ છે. તેમાં 5-5 હજાર કિલો ચણા અને બટાકાનું શાક બનાવાયુ છે.
3 હજાર કિલો લોટનાં માલપુઆ
3 હજાર કિલો ભજીયા ભંડારા માટે તૈયાર કરાયા છે. 10 હજાર લીટર દૂધપાક ભંડારા માટે તૈયાર કરાયો છે. તેમજ 10 હજાર લીટર કઢી ભંડારા માટે તૈયાર કરાઈ છે. 3 હજાર કિલો લોટનાં માલપુઆ ભંડારા માટે તૈયાર કર્યા છે. તેમજ 1 હજાર કિલો લોટની પૂરી ભંડારા માટે તૈયાર કરાઈ છે. તથા 1 હજાર કિલો ભાત ભંડારા માટે તૈયાર કરાયા છે.
Also Read –