Rathyatra 2024: જગન્નાથ મંદિરને રામમંદિરની થીમ પર શણગારાશે

અમદાવાદ: આગામી 7 જુલાઇના રોજ અમદાવાદમાં ઐતિહાસિક રથયાત્રા નીકળશે. આ માટે તંત્ર દ્વારા સુરક્ષા અને સલામતીને લઈને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. મંદિરના પ્રવેશદ્વાર પર મૂવેબલ કેમેરા લગાવવામાં આવ્યા છે, તો સાથે જ મંદિર પરિસરને ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડથી તપાસ કરવામાં આવી રહી છે.
હવે ભગવન જગન્નાથની રથયાત્રાને લઈને માત્ર સાત દિવસનો સમય બાકી છે. આ સમયે મંદિરને ખાસ શણગારવામાં આવશે અને આ વર્ષે મંદિર ડેકોરેશનની થીમ રામ મંદિર પર રાખવામાં આવી છે. હાલ મંદિર ટ્રસ્ટ અને તંત્ર દ્વારા ભક્તોને કોઇ તકલીફ ન પડે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો : Rathyatra 2024: ભગવાન જગન્નાથજી 147મી Jalyatra સંપન્ન ,મંદિરમાં હવે થશે નિગ્રહના દર્શન
અમદાવાદમાં આગામી સમયમાં ભગવાન જગન્નાથની 147 મી રથયાત્રાને લઈને વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. આ માટે આખા રુટ પર સુરક્ષાદળો અને પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. સંવેદનશીલ વિસ્તારો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. 3D મેપિંગ, AI જેવી ટેકનોલોજીનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. આ સાથે રૂટની સાથે અન્ય વિસ્તારોમાં પણ 1500 જેટલા કેમેરા, પોકેટ કેમેરા સહિતની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
આ વખતે રથયાત્રાની સુરક્ષાને ધ્યાને લઈને ભારત-પાકિસ્તાન બોર્ડર પર વપરાતું ઇઝરેલી ટેકનોલોજીનું હીલિયમ એરોસ્ટે બલૂનનો ઉપયોગ કરવામાં આવશે. આ બલૂનમાં 300 મીટરની ઊંચાઈથી હાઇ રિઝોલ્યુશન કેમેરા સાથે એક્ટિવ કરવામાં આવશે. ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ અને એસઓજીની ટીમે આખા રુટ પર માર્ચ કરી હતી.