આપણું ગુજરાતભાવનગર

Rathyatra 2024 : અમદાવાદમાં Rathyatra પૂર્વે ભગવાન જગન્નાથના Sonavesh માં દર્શન, ભક્તોની ભારે ભીડ

અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)શહેરમાં 7 જુલાઇ અને રવિવારના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રાની (Rathyatra) તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. જેમાં આજે ભગવાન જગન્નાથ આજે સોનાવેશ (Sonavesh)ધારણ કરી દર્શન આપ્યા હતા. ભગવાન જગન્નાથા વર્ષમાં એક વખત સોનાવેશ ધારણ કરતા હોય છે. જેમાં ભગવાનને સોનાના આભૂષણોથી શણગારવામાં આવે છે. ભગવાના આ આલોકિક રૂપના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. જેના પગલે વહેલી સવારથી જ મંદિરમાં ભારે ભીડ જોવા મળી રહી છે.

સાંજે 8 વાગે મહાઆરતી થશે

જેમાં પણ જગતના નાથ જગન્નાથની વાજતે ગાજતે સોનાવેશના પૂજનવિધિ કરવામાં આવી હતી. ભગવાનની પૂજા વિઘી માટે કાશી મથુરા વૃંદાવન સહિતથી અનેક સંતોનું આગમન થયુ હતું.વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર જગન્નાથ મંદિરે જોવા મળ્યું હતું. મયૂર જેવી ડિઝાઇનના ઘરેણા સોનાવેશમાં બનાવવામાં આવ્યા છે.મંદિરના પ્રાંગણમાં ત્રણેય રથની પ્રતિષ્ઠા વિધિનો પારંપરિક પૂજન વિધિ કરવામા આવી હતી. જ્યારે આજે સાંજે 8 વાગે મહાઆરતી થશે જેમાં મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે.


| Also Read: Rathyatra: ભગવાન જગન્નાથના મોસાળ સરસપુરમાં રસોડાં ધમધમ્યાં, લાખો ભક્તોને જૂની પરંપરાથી ભોજન પીરસાશે


નેત્રોત્સવ વિધિ યોજાઇ

ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે ભગવાનની નેત્રોત્સવની વિધિ અને ધ્વજારોહણ કરાયું હતું. આ ઉપરાંત કાલી રોટી-સફેદ દાલનો ભંડારો પણ યોજાયો હતો. રથયાત્રાના 15 દિવસ પહેલા ભગવાન પોતાના મોસાળમાં જાય છે અને તે દરમિયાન તે મામાના ઘરે મીઠાઈઓ અને જાંબુ વધારે પ્રમાણમાં આરોગે છે. જેના કારણે તેમની આંખો આવી જાય જેના પગલે નિજ મંદિરમાં પરત ફરતા તેમની આંખે પાટા બાંધીને નેત્રોત્સવ વિધિ યોજાય છે. જ્યારે તેમની આંખો પરથી પાટા રથયાત્રાની સવારે મંગળા આરતી બાદ દૂર કરવામાં આવે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત